Home Gujarat Jamnagar ગોરધનપર પાસે ગઢવી યુવાનની હત્યાને લઈ ધેરા પ્રત્યાઘાત: SPને આવેદન પાઠવ્યું: જુવો...

ગોરધનપર પાસે ગઢવી યુવાનની હત્યાને લઈ ધેરા પ્રત્યાઘાત: SPને આવેદન પાઠવ્યું: જુવો VIDEO

0

ગોરધનપર નજીક ગઢવી યુવાનની હત્યાના કેસમાં ચારણ સમાજમાં ભારે રોષ ફેલાયો

  • સમાજના આગેવાનો અને લોકોએ તાત્કાલિક પગલા લેવા એસપીને આવેદન આપ્યું.
  • હત્યા અને હત્યાની કોશીશમાં ત્રણ શખ્સો નહી પાંચ શખ્સો હતા : પરિવારજનો આક્ષેપ
  • આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
  • ચારણ સમાજે કરેલ રજુઆતમાં તમામ આરોપીઓના નામ જણાવાયા.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.પ નવેમ્બર ૨૨ જામનગર નજીક ગોરધનપર પાસે ઇંડાકળીની રેંકડી પર ગઢવી બંધુઓ ઉપર થયેલા હુમલામાં એક યુવાનની હત્યા તેમજ અન્ય બે શખસો ગંભીર હાલતમાં પહોચતા આ બનાવે ભારે ચકચાર જગાવી હતી. બનાવમાં 4 દિવસ વીતી ગયા છતાં હત્યારાઓને પોલીસ પકડી ન પાડતા ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાઇ ગયો છે અને આ અંગે જામનગર શહેર-જિલ્લાના ચારણ સમાજના લોકોેએ એસપીને આવેદનપત્ર આપી તાત્કાલિક ગુનેગારોને પકડી પાડી સખત સજા કરવાની માંગણી કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 1-12-2022ના રોજ 9.30 વાગ્યાના સુમારે જામનગર નજીક ગોરધનપરના પાટિયા પાસ ે ઇંડાકળીની રેંકડીએ ખીમરાજ ભાયા રાજાણી, દેવદાસભાયા રાજાણી અને ભરત રણમલ રાજાણી સાથે અજાણ્યા શખસોએ તકરાર કરી ખીમરાજ પર હુમલો કરી તેનું મૃત્યુ નિપજાવ્યું હતું, જયારે અન્ય બે પર જીવલેણ હુમલો થતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં હજુ પણ દાખલ છે.

બનાવ અંગે પેાલીસે હત્યા , હત્યાની કોશીષ વગેરે કલમ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ ચાર દિવસ વીતી જવા છતાં ગુનેગારો પકડાયા ન હતાં અને તહોમતદાર ત્રણની જગ્યાએ પાંચ હોવાનું બહાર આવતા જામનગર શહેર-જિલ્લા ચારણ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને રવિવારે સમાજના આગેવાનો સાથે વિશાળ સંખ્યામાં લોકો એસપી ઓફિસે દોડી જઇ આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે, નજરે જોનાર સાક્ષી હોવા છતાં પોલીસ ત્રણ જ વ્યકિતના નામ લે છે અને બીજા બે વ્યકિતઓના નામ નથી લેતી આ હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ગુનેગારોને પકડી તેને સજા કરવાની માંગણી કરવામાં આવી છે. અન્યથા સમાજમાં રોષ ફાટી નિકળશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version