Home Gujarat Jamnagar જામનગર જિલ્લામાં CO ચેકિંગના નામે ધતિંગ : નાના વાહનના ધંધાર્થીઓમાં ભારે આક્રોસ...

જામનગર જિલ્લામાં CO ચેકિંગના નામે ધતિંગ : નાના વાહનના ધંધાર્થીઓમાં ભારે આક્રોસ : જુવો Video

0

જામનગર જિલ્લામાં સી.ઓ ચેકિંગના નામે ધતિંગ : નાના વાહનના ધંધાર્થીઓમાં ભારે આક્રોસ : Video થયો વાયરલ

  • સીઓ ચેકિંગ વેળાએ સગાની બસ જવા દેવામાં આવી હોવાનો વિડીયોમાં કરાયો આક્ષેપ
  • વાહન ચાલકે હપ્તા લેતા હોવાનો આક્ષેપ સાથેનો લાઇવ વિડીયો ઉતારી સોસિયલ મીડીયા કર્યો વાયરલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૭ જાન્યુઆરી ૨૪ જામનગર જીલ્લાના જામજોધપુરમાં એસટી વિભાગ દ્વારા CO ચેકિંગમાં ઉભેલા અધિકારીએ પોતાના સંબધીની ખાનગી બસને જવા દેવામાં આવી હોવાનો વિડીયો ઉતારી લઈ સોસિયલ મીડીયામાં વાયરલ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

સુત્રોના આધારમાંથી જાણવા મળતી માહિતી મુજબ જામજોધપુર પાસે વાહન ચેકિંગની વોચમાં ઉભેલા એસટી વિભાગના અધિકારીએ ખાનગી બસને ચેકિંગ કર્યાં વગર જવા દેવામાં આવતા પાછળથી આવતા કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લઈ વાયરલ કરી દેતા ભારે ચકચાર જગાવી હતી બીજી બાજુ નાના ધંધાર્થીઓને કડ ભાંગી જાય તેવો દંડ ફટકારવામાં આવતો હોવાથી વાહનના વ્યવસાય કરતા ધંધાર્થીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.નાના વાહનનો ધંધો- વ્યવસાય કરી પેટીયું રળતા ધંધાર્થીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે.

હાલ સોશિયલ મીડીયા એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા જામજોધપુર માં ચેકિંગની વોચમાં આરામ ફરમાવતા એસ.ટીના અધિકારી સામે સંબધીની બસ બિન્દાસ નિકળી હતી તેવામાં ખાનગી બસ પાછળ દોટ મૂકી વિડીયો ચાલુ રાખી આવતા યુવકે અધિકારીના સરકારી વાહન પાસે જઈ બસ કેમ જવા દેવામાં આવી. ? કાર્યવાહી કરો કેમ કાર્યવાહી નથી કરતા , તમારા સંબધીની બસ છે. તેવો પ્રશ્ન પુછતા વિડીયો ચાલુ જોઈ અધિકારીએ દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં ડ્રાઈવરને પ્રશ્ન પુછતા ડ્રાઇવરે દરવાજો મૂકી દે તેમ જણાવી બોલેરો જીપ હંકારી મૂકી હતી

છેલ્લા કેટલાય સમયથી સીઓ ચેકિંગના નામે અધિકારીની જોહુકમી સામે વાહનચાલકના ધંધા સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓને સી.ઓ ચેકિંગના નામે  હેરાનગતી થતી હોવાની અને મોટા વાહનોને મીઠી નજર રાખવામાં આવતી હોવાની અનેક ફરીયાદ ઉઠી છે ત્યારે એસટી વિભાગની હિટલરશાહી નિતી સામે વાહનોના ધંધાર્થી ભીખ માગવા મજબૂર, લડાઈ હકની સવાલ પેટનો જેવી સ્થિતી નિર્માણ થવા પામી છે. તંત્ર મૂકપ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. દેશ દેવી ન્યુઝ વાયરલ વિડીયો અંગે કોઈ પૃષ્ઠી કરતુ નથી

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version