Home Gujarat Jamnagar જામનગરના ચકચારી કોમન પ્લોટ પ્રકરણમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાનો જેલવાસ લંબાયો

જામનગરના ચકચારી કોમન પ્લોટ પ્રકરણમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાનો જેલવાસ લંબાયો

0

જામનગર : કરોડો રૂપિયાના સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાની જામીન અરજી ના-મંજુર કરતી નામદાર અદાલત

  • સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલ અને ફરીયાદ રદ કરાવવા આરોપીએ સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખટાવેલ

  • આરોપી દ્વારા ફરીયાદીને ગુજશીટોકના આરોપી જયેશ પટેલ કે, જે આરોપીના સગા ભાઈ થતાં હોય, તેના નામે પણ ધમકી આપેલ હતી

  • ફરિયાદી ના વકીલ રાજેશ ગોસાઈ દ્વારા જામીન અરજી પર વાંધા રજૂ કરાતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી

દેશ દેવી ન્યૂઝ તા ૨૨ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા જગદીશભાઈ રામોલીયા ધ્વારા જામનગર સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા સામે એવી ફરીયાદ જાહેર કરેલ કે, જામનગર રેવન્યુ સર્વે નં.૧૨૦૬ વાળી રહેણાંક હેતું માટે બિનખેતી થયેલ પ્લોટ નં. ૪/૧માં તેઓ રહેતા હતા અને ધર્મેશ રાણપરીયા પ્લોટ નં.૨ અને ૩માં વસવાટ કરતા હતા તે દરમ્યાન મયુર ટાઉનશીપમાં કોમન પ્લોટ નં.એ ફરતે પોતાના અંગત ઉપયોગમાં બાજુમાં કંમ્પાઉનડ  વોલ કરી અંદર મકાન શેડ સંડાશ બાથરૂમ બનાવી નાખી અને આ કોમન પ્લોટ ફરતે પોતાનું કમ્પાઉન્ડ વોલ અને ગેટ નાખી અને સીસીટીવી કેમેરા ફીટ કરી દીધેલ હોયઆ જગ્યામાં દબાણ કરેલ હોય તેનો વિરોધ કરતા તેઓએ અપશબ્દો બોલાવી અને તેઓ ગુનેગાર જયેશ પટેલના સગા ભાઈ થતાં હોય, તેનો ડર બતાવતા રહેતા હતા અને આ બાબતે ફરીયાદીને ખુબજ હેરાન પરેશાન કરી અને ફરીયાદીનું માલીકીનું મકાન વેંચાણ કરાવી નાખેલ, આમ ત્યારબાદ આરોપી દ્વારા આ કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં પોતાનું ગેરકાયદેસર દબાણ કરી લીધેલ તે બાબતની ફરીયાદ જાહેર કરેલ, અને આ ફરીયાદ બાદ પોલીસ ધ્વરા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરિયારની ધરપકડ કરી લીધેલ, જેથી આરોપીએ નામ.ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરાવવા માટે પીટીશન ફાઈલ કરેલ તે નામ.ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખતા, આરોપી ધ્વારા નામ.સર્વોચ્ચ અદાલતમાં પીટીશન ફાઈલ કરેલ, ત્યારબાદ આ કામના આરોપી ધ્વારા જામનગરની અદાલતમાં જામીન મુક્ત થવા માટે અરજી દાખલ કરેલ અને તેમના તરફે નામ, અદાલતમાં એવી રજુઆતો કરવામાં આવેલ કે, આ જે જગ્યા કોમન પ્લોટ છે, તેમાં આરોપીએ કોઈ જ દબાણ કરેલ નથી અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે કેશ થયેલ હોય, તેનો ખાર રાખી અને આ ખોટી ફરીયાદ કરેલ છે તેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ, તેની સામે ફરીયાદ પક્ષે એવી દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપી દ્વારા નામ.ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પીટીશન દાખલ કરેલ છે અને આ પીટીશન રદ થયેલ હોય, જે હકિક્તો ધ્યાને લેતા આ કામના આરોપી સામે પ્રથમદર્શનીય કેશ હોવાનું ફલીત થાય છે, અને આજે જગ્યા બાબતે ફરીયાદ કરવામાં આવેલ છે, તેની પહેલા આ ફરીયાદી ધ્વારા કલેકટર સાહેબ સમક્ષ ઓનલાઈન અરજી કરવામાં આવેલ છે અને કલેકટર સાહેબ દ્વારા કમીટી બેસાડી તપાસ કરવામાં આવેલ છેઅને તે તપાસ બાદ આ જગ્યામાં ગેરકાયદેસર કબજો હોવાની હકિકતો સામે આવતા જ કલેક્ટર સાહેબ શ્રી એ જ ફરીયાદ બાબતનો હુકમ કરેલ છે, તેથી રેવન્યુ ડીપાર્ટમેન્ટના હુકમો ધ્વાને લેવામાં આવે તો પણ આ કામના આરોપી સામે પ્રથમદર્શનીય કેશ હોવાનું ફલીત થાય છે, તો આ પ્રકારના આરોપીઓને જો જામીન મુક્ત કરવામાં આવશે તો ફરીયાદ પક્ષને ખુબજ નુકશાન થશે અને સાક્ષી પુરાવા ફોડવાનો પ્રયત્ન થશે, તે તમામ દલીલો કરવામાં આવેલ, આમ નામ.અદાલતે તમામ દલીલો અને રેકર્ડ ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષની દલીલો ગ્રાહય રાખી અને આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ છે, આ કેશમાં ફરીયાદ પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આ૨. ગોહીલ, રજનીકાંત આર.નાખવા, તથા નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version