Home Gujarat Jamnagar દ્વારકામાં જુગાર રમી રહેલા સાત મહીલાઓની અટકાયત : અફડાતફડીનો માહોલ

દ્વારકામાં જુગાર રમી રહેલા સાત મહીલાઓની અટકાયત : અફડાતફડીનો માહોલ

0

દ્વારકામાં જુગાર રમી રહેલા સાત મહીલાઓની અટકાયત.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા:

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં ગત સાંજે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા ફાલ્ગુનીબેન કેતનભાઈ બથીયા, સુમિત્રાબેન કિશોરભાઈ જગતિયા, સંગીતાબેન જેસલભાઈ ગઢવી, જ્યોત્સનાબેન વિજયભાઈ બારીયા, શહેનાઝબેન અજીતભાઈ બાબર, કાંતાબેન પોપટભાઈ ચાવડા અને જમીલાબેન અબ્દુલભાઈ સૈયદ નામના કુલ સાત મહિલાઓને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ મહિલા ખેલાડીઓ પાસેથી પોલીસે રૂપિયા 2,610 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version