સિક્કાની યુવતિના મ્યુચ્યુઅલ ફંડના નામે રૂા.5 લાખ પડાવી લઇ, કુકર્મ આચનાર આરોપીની અટકાયત, રિમાન્ડની તજવીજ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
સિકકા વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતી પાસેથી આરોપી મિતેશે પૈસા પડાવી લેવા અને પોતાની પત્ની હોવા છતા ભોગ બનનાર યુવતી સાથે સબંધ રાખી લગ્ન કરવાનો વિશ્વાસ આપી મરજી વિરુઘ્ધ અવાર નવાર શારીરીક સબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.
તેમજ ફરીયાદીને આરોપીએ પોતાની જરૂરીયાત માટે તેમજ વધુ આર્થિક લાભ મળશે તેમ કહીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું કહી તેણી પાસેથી રૂા.5.20 લાખ જેવી રકમ પડાવી લઇ તે રૂપીયા કોઇ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં કરી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.
દરમ્યાનમાં તેણીએ રકમ પરત મંગતા આરોપીઅં ઉશકે રાઈને અપશબ્દો બોલી મોઢુ દેખાડવા જેવી નહીં રહેવા દઉ તેવી ધમકી આપી હતી આથી તેણી દ્વારા બે દિવસ પહેલા સીટી-બી ડીવીઝનમાં જામનગરની પટેલ કોલોનીમાં રહેતા મિતેશ વિરેન્દ્ર મહેતાની વિરૂઘ્ધ આઈપીસી કલમ 376(2)એન, 406, 420, 504, 506(2) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ સીપીઆઈ ગઢવી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
બનાવ ત્રણેક વર્ષ પૂર્વેના ગાળા દરમ્યાન શહેરના મોર્ડન માર્કેટ મહાવીર એન્ટરપ્રાઈઝ નામની ઓફીસ ખાતે બન્યો હોવાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે.
ફરીયાદ અનુસંધાને પોલીસે તપાસ કરી આરોપી મિતેશ મહેતાની ધરપકડ કરીને આજે પાંચ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.