સ્વર્ગની સીડી પર મનપાનો હથોડો
દેશદેવી ઇમ્પેક્ટ
જામનગર શહેરના ધનવંતરી ગ્રાઉન્ડની સામે આવેલ યુનિક શોપિંગ સેન્ટરમાં કોઈ આસામી એ ગેરકાયદેસર અડચણરૂપ સીડી ખડકી દેતા આજુબાજુના દુકાનદારોમાં રોષ ફાટી નીકળેલ મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરેલ હોવા છતાં કોઈ નિકાલ આવ્યો ન હતો આ અંગેનો અહેવાલ તારીખ 2 ના રોજ દેશદેવી ન્યુઝ માં પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલીક અસરથી તે જ દિવસે ઉપરોક્ત સીડીના આસામી ને ગેરકાયદેસર સીડી દૂર કરવા અંગેની નોટિસ ફટકારી હતી તેમ છતાં આસામી એ ગેરકાયદેસર સીડી દૂર ન કરતા મનપાની એસ્ટેટના કંટ્રોલીગ અધિકારી મુકેશ વરણવારની સૂચનાથી એસ્ટેટ વિભાગના દિક્ષિત,રાજભા ચાવડા અને સુનીલ ભાનુશાળી, કુલદીપસિહ પરમાર સહીતની ટીમ દ્વારા આજે સવારે ગેરકાયદેસર સીડી ને બિન ઉપયોગી કરવામાં આવી હતી.