Home Devbhumi Dwarka ડેપ્યૂટી કલેક્ટર 3 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા: નિહાર દુધાભાઇ ભેટારીયાને...

ડેપ્યૂટી કલેક્ટર 3 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા: નિહાર દુધાભાઇ ભેટારીયાને થયો ACBનો ભેટો.

0

દેવભૂમિ દ્વારકાના ડેપ્યૂટી કલેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબી છટકુ ગોઠવી રંગેહાથ ઝડપી પાડતા ખળભળાટ..

નિહાર દુધાભાઇ ભેટારીયા, વર્ગ-1, ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી), દેવભુમિ દ્વારકાને રૂ.3,00,000/- ની લાંચ લેતા ઝડપી લેતી ACB.

પાક રક્ષણ હથીયાર પરવાનો આપવા માંગી હતી 300000 ની લાંચ..

દ્વારકાના ઈતિહાસમાં બીજા એસડીએમ લાંચ લેતાં ઝડપાયા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દેવભૂમિ દ્વારકા ૧૪. દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટરિયા લાંચ લેતો ઝડપાયો છે. ગાંધીનગર એસીબીએ છટકુ ગોઠવી ત્રણ લાખની લાંચ લેતા લાંચિયા અધિકારીને રંગેહાથે ઝડપી પાડ્યો છે. એક જાગૃત નાગરિકની સમજદારીથી અધિકારી ઝડપાયો હતો. લાંચિયો અધિકારીએ પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા લાંચ માંગી હતી.

ફરીયાદી તથા ફરીયાદીના બે મિત્રોએ પાક રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા સારૂ પ્રાંત કચેરી, દેવભુમિ દ્વારકા ખાતે દરખાસ્ત મુકેલ હતી.

જે દરખાસ્ત મંજુર કરવા સારૂ દેવભુમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી) નાઓએ વ્યક્તિ દીઠ એક લાખ રૂપિયા, એમ કુલ ત્રણ પરવાના મંજુર કરવા સારૂ રૂ.3,00,000(ત્રણ લાખ રૂપિયા)ની લાંચના નાણાંની માંગણી કરેલ.

પરંતુ ફરીયાદી તથા અન્ય સાહેદનાઓ લાંચના નાણાં આપવા માંગતા ન હોય, ફરીયાદી તથા અન્ય સાહેદ નાઓએ એ.સી.બી.નો સંપર્ક કરેલ.

જેથી ફરીયાદીની ફરીયાદને આધારે એ.સી.બી. દ્વારા લાંચના છટકાનુ આયોજન કરવામાં આવેલ, તે લાંચના છટકા દરમ્યાન, ફરીયાદી તથા સાહેદ સાથે આરોપી નિહાર દુધાભાઇ ભેટારીયા, વર્ગ-1, ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી) નાઓએ હેતુલક્ષી વાતચીત કરી, રૂ.3,00,000/- લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ ગયેલ હોય આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. ડેપ્યુટી કલેકટર એસીબીના છટકામાં આવી ગયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version