જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ અને ૧૬ માં ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે રૂપિયા ૧૬૫.૦૬ લાખના ૨૩ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ અને ૧૬ માં વિકસિત ભારત- વિકસિત ગુજરાત ના કાર્યક્રમની શૃંખલા અંતર્ગત કુલ ૧૬૫.૦૬ લાખના કુલ ૨૩ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે કરવામાં આવ્યું હતું.જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ માં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯, રામનગર કોર્નર થી મેઇન રોડ સુધીના સીસી રોડના કામનું ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે શંકર ટેકરી, વલ્લભનગર, રામનગર ઉપરાંત ગણેશ વાસ, વાલ્મીકિવાસ, માલુભાનો ચોક, અને સરકારી પ્રાથમિક શાળા નંબર -૩ આસપાસના વિસ્તારમાં કુલ રૂપિયા ૮૪.૪૩ લાખના ૯ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વેળાએ તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, તેમજ વોર્ડ નંબર ૧૬ ના કોર્પોરેટર પાર્થ કોટડીયા, ભારતીબેન અશોકભાઈ ભંડેરી, ગીતાબા જાડેજા, પૂર્વ કોર્પોરેટર, શહેર ભાજપના આગ્રણી અશોકભાઈ ભંડેરી, તેમજ સ્થાનિક વોર્ડના અન્ય હોદ્દેદારો- કાર્યકરો તેમજ સ્થાનિક નગર સેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો ને આવકાર આપ્યો હતો.