જામનગરના કબીર આશ્રમ સંચાલિત સમર્પણ હોસ્પિટલમાં રૂા.11 કરોડની કિંમતનું એમઆરઆઇ મશીનનું લોકાર્પણ
દેશ દેવી ન્યુઝ જામનગર 21 : હૃદયના સ્નાયુઓની સચોટ પરિસ્થિતિ જણાવતું રાજ્યનું પ્રથમ અતિઆધુનિક 11 કરોડ રૃપિયાનું એમઆરઆઇ મશીન જામનગરમાં આવી પહોંચ્યું છે. વસ્તાભાઇ કેશવાલા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા જામનગરને આ મશીન સમર્પીત કરવામાં આવ્યું છે.
રાજ્યનું પ્રથમ અત્યાધુનિક ફૂલી ડિજીટલ અને ફૂલી ઓટોમેટેડ ફિલિપ્સ કંપની આ એલીશન 3 ટેસ્લા એમઆરઆઇ મશીન 11 કરોડ રૃપિયાનું જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાતા વસ્તાભાઈ કેશવાલા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા દાન આપી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ થતા ઓછામાં ઓછાં સમયમાં બેસ્ટ એમઆરઆઇ થશે. શરીરના નાનામાં નાના દર્દનું સચોટ નિદાન તેમજ 2ડી ઈમેજ ક્વોલિટી સંપૂર્ણ બોડીનું એમઆરઆઇઅને અતિઆધુનિક બ્રેસ્ટ ખછઈં સોફ્ટવેર હોવાથી સ્તનના ફૂલપ્રૂફ 2ડી-3ડી અને 4ડી નિદાન થઈ શકશે. ખાસ તો હ્યદયના સ્નાયુઓની સચોટ પરિસ્થિતિ જણાવતું ગુજરાતનું એકમાત્ર એમઆરઆઇ મશીન જે દર્દીની સ્કેન દરમિયાન સતત માહિતી આપે છે કે કેટલો સમય લાગશે, કેટલો સમય બાકી છે, શ્વાસ લેવા અને રોકવા સહિતની માહિતી મશીન દ્વારા વોઈસ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મશીન આવી જવાના કારણે ન માત્ર જામનગરના દર્દીઓને પરંતુ સમગ્ર રાજ્યના દર્દીઓને અત્યાધુનિક સુવિધા પ્રાપ્ત થશે. શરીરના નાનામાં નાના અંગમાં કાંઇ પણ એબનોર્મલ હશે તો આ મશીન પકડી પાડશે. આ ઉપરાંત સ્તનના ફૂલપ્રુફ નિદાન માટે પણ ખુબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત હૃદયના સ્નાયુઓની સચોટ પરિસ્થિતિ અંગે માહિતી આપશે. જેથી નિદાન કરવામાં ન માત્ર સચોટતા આવશે પરંતુ નિદાન કરવું સરળ પણ બનશે.