કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે ખેતરમાં જીવલેણ ઇલેક્ટ્રિક શોટ મૂકી રાખતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ: પિતા-પુત્ર સામે ફરિયાદ..
આ શોર્ટ લાગવાના કારણે કોઈપણ માનવી કે પશુનું મૃત્યુ થઇ શકે તેવી સંભાવના હોવા છતાં પણ ઉપરોક્ત પિતા-પુત્રોએ રાખેલા ઈલેક્ટ્રીક શોર્ટનો ભોગ પરપ્રાંતીય શ્રમિક પરિવારના ગણપતભાઈ આદિવાસી (ઉ.વ. 18) નામનો યુવાન બન્યો હતો. ઉપરોક્ત યુવાન વીજ કરંટથી મૃત્યુ પામ્યો હોવાનું ધ્યાને આવતા આરોપી શખ્સો ગણપતભાઈનો મૃતદેહ અન્ય જગ્યાએ મૂકીને નાસી ગયા હતા.
આ સમગ્ર બનાવની જાણ મૃતક યુવાનના માતા નભીબેન અગેસીંગ પચાવા (ઉ.વ. 56, રહે. જોબટ, જી. અલીરાજપુર) ની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે કાળુભાઈ અને તેમના પિતા સુંદરભાઈ સામે આઈ.પી.સી. કલમ 304, 201 તથા 114 મુજબ ગુનો નોંધી, તેઓની વિધિવત રીતે ધરપકડ કરી હતી. આ પ્રકરણ અંગે આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.