જામનગરમાં અંધઆશ્રમ આવાસ નજીક જાહેરમાં જાજરૂ કરી રહેલા દલિત યુવાનને માર મારી હડધુત કરાયો : બે સામે ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા o૯ જાન્યુઆરી ૨૪, જામનગરમાં રણજીત સાગર રોડ પર ન્યુ હર્ષદ મિલની ચાલીમાં રહેતા રાહુલ દેવજીભાઈ પરમાર નામના ૨૫ વર્ષના દલિત યુવાને પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે નાજીમ ઉર્ફે નાઝલો ગામેતી અને સૌક્ત નામના બે શખ્સ સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.