Home Gujarat Jamnagar જામનગરના ST ડેપોમાં રોકડ અને ચેઇન સહિતના પર્સની થયેલી ચોરીનો ભેદ ઉકેલતી...

જામનગરના ST ડેપોમાં રોકડ અને ચેઇન સહિતના પર્સની થયેલી ચોરીનો ભેદ ઉકેલતી સીટી- A ડિવિઝન

0

જામનગરના એસ.ટી ડેપોમાં રોકડ અને ચેઇન સહિતના પર્સની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:

પાલનપુરની મહિલા પાસેથી 50 હજારનો મુદામાલ કબ્જે લેતી પોલીસ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર રપ.જામનગર શહેરમા બનતા ચોરીના ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનની સુચના અને મદનીશ પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય તથા પોલીસ ઇન્સપેકટર એમ.જે.જલુના માર્ગદશન મુજબ સીટી એ ડોવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. મહાવિરસિંહ જાડેજાતથા વનરાજભાઇ ખવડને તેમના અંગત બાતમીદારોથી હકિકત મળેલ હોય કે જામનગર સીટી-એ પો.સ્ટે. ઇ.પી.કો કલમ 379 મુજબના કામે ચોરીમા ગયેલ મુદામાલ લઇ એક મહીલા સોનાચાંદીની દુકાનો પાસે આટાફેરા કરે છે.

તેને શરીરે જાબંલી કલરની ચુંદડી ટોપ પહેરેલ છે. તે બાબતે વોચમા હતા દરમ્યાન મહીલા આરોપી નિંદિયાબેન બાબુભાઇ પરમાર જાતે બાવરી ઉ.વ 58 ધંધો ધરકામ રહે. ખોડીયારનગર ખોડીયાર મંદીરની બાજુમા માન સરોવર રોડ પાલનપુર તા.પાલનપુર જી.બનાસકાઠા વાળી મળી આવી હતી.

મહિલાની અંગઝડતી કરતા મહીલા પાસેથી ચેઇન તથા પેંડલ 17.690 ગ્રામ વજન કીમત 50,000/- મળી આવતા જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે.ના મુદામાલ તરીકે કબ્જે કરી ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે.

આ કામગીરીમા પોલીસ ઇન્સ મહાવીરસિંહ.જે જલુ, તથા પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા તથા પો. હેડ કોન્સ. એન.કે.ઝાલા તથા મહિપાલસિંહ એમ. જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ મહાવિરસિંહ જાડેજા તથા વનરાજભાઇ ખવડ તથા યોગેન્દ્રસિંહ સોઢા તથા શિવરાજસિંહ રાઠોડ તથા સાજીદભાઇ બેલીમ તથા પ્રવિણભાઇ પરમાર તથા મેહુલભાઇ વિસાણી તથા સુનીલભાઇ ડેર દ્રારા કરવામા આવેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version