Home Gujarat Jamnagar જામનગર PGVCLના હંગામા પ્રકારણ નગરસેવિકા વિરુદ્ધ ગુનો નોંધાયો

જામનગર PGVCLના હંગામા પ્રકારણ નગરસેવિકા વિરુદ્ધ ગુનો નોંધાયો

0

જામનગર ની પીજીવીસીએલ ની કચેરીમાં વધુ બિલ આવવાના મુદ્દે મહિલા કોંગી કોર્પોરેટર નો હંગામો : ડે. ઈજનેરે ફરિયાદ નોંધાવી

  • ઘરમાં સોલાર લગાવ્યા બાદ પણ વધુ વીજ બીલ આવતાં નારાજ થયેલા મહિલા કોર્પોરેટર દંડા સાથે કચેરીએ પહોંચતાં ભારે તંગ વાતાવરણ

  • પોલીસ ટુકડીએ પહોંચી મામલો થાળે પાડ્યો : વીજ તંત્ર દ્વારા પણ સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી

  • તમામ વીજ અધિકારી નો કાફલો પોલીસ મથકે પહોંચ્યો : સમગ્ર ઘટનાનો શહેરમાં Video વાયરલ થયો હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓકટોબર ૨૪, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, કે જેઓએ તાજેતરમાં પોતાના ઘેર સોલાર ફીટ કરાવ્યું હોવા છતાં પણ આ વખતે તેનું વધારે વીજ બિલ આવતાં તેઓ નારાજ થયા હતા, અને ગુસ્સામાં આવી જઇ દંડા સાથે વીજ કચેરીએ પહોંચ્યા હતા.

જ્યાં હાજર રહેલા સ્ટાફ સાથે ભારે ઉગ્ર બોલાચાલી કરી હતી. એક તબક્કે રચનાબેન નંદાણીયાએ પોતાને મળેલા ઊંચા વીજ બિલ સંદર્ભમાં ઉગ્ર રજૂઆત કરી હતી, જે દરમિયાન સેન્ટ્રલઝોન સબ ડિવિઝનની કચેરીના અધિકારીની ટેબલ પરની ફાઈલ તથા મોબાઈલ ફોન વગેરે રફેદફે થયા હતા.

આ મામલાની પોલીસને જાણકારી થતાં મહિલા સહિતનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, અને રચનાબેન નંદાણીયા ને પોલીસ જીપમાં બેસાડીને સિટી બી. ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા અને તેઓ મોડો સાંજ સુધી ત્યાં જ બેઠા રહ્યા હતા.

પીજીવીસીએલ માં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને બીજ કચેરીના તમામ અધિકારીઓ અને સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં સિટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ સમગ્ર બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા કવાયત કરી હતી, અને સેન્ટ્રલ ઝોન સબ ડીવીઝન ના નાયબ ઇજનેર અજય પરમાર ની ફરિયાદ ના આધારે કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સામેBNS કલમ -૧૯૨ ,૩૫૩ (૧) ,૨૨૪ ,૨૨૬ ,૧૩૨ , ૩૫૧ (૨) ,૩૨૪(૨) ,૨૨૧ ,૩૦૯ (૪) , તથા એટ્રોસીટી એક્ટની કલમ ૩(૧)(આર), ૩(૨)(૫), ૩(૨)(૫ એ) મુજબ  ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમમાં હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ બનાવ ના કેટલાક વિડીયો બન્યા હતા, અને વીજ કચેરીમાં રચનાબેન નંદાણીયા દ્વારા કરાયેલું વર્તન અને ઉગ્ર રજૂઆત સહિતના વિડીયો આજે સમગ્ર દિવસ દરમિયાન વાયરલ થયા હતા. ત્યારે સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચેલા અધિકારીઓ ની મોટી ટીમ અને સ્ટાફનો પણ વિડીયો બન્યો હતો, અને તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version