Home Gujarat Jamnagar જામનગરના આમરા ગામમાંથી ”પિસ્તોલ અને કાર્ટીસ” સાથે “સલાયા” ના સુલતાનને ઝડપી...

જામનગરના આમરા ગામમાંથી ”પિસ્તોલ અને કાર્ટીસ” સાથે “સલાયા” ના સુલતાનને ઝડપી લેતી LCB

0

જામનગરના આમરા ગામમાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે શખ્સને ઝડપી લેતું એલસીબી 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ જાન્યુઆરી રર જામનગર તાલુકાના આમરા ગામના પાટીયા પાસેથી પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબનો શખ્સ આમરા ગામના પાટીયા પાસેથી પસાર થતા એલસીબીએ સુલતાન ઉર્ફે ગાંડી જુસબ સુભણિયા (રહે. સલાયા તા. ખંભાળિયા) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી લાયસન્સ વગરની રૂા.25000 ની કિંમતની પિસ્તોલ અને રૂા.200 ની કિંમતના બે જીવતા કાર્ટીસ મળી આવતા રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version