જામનગરમાં બર્ધન ચોકમાંથી ક્રિકેટનો સટ્ટો રમતા વેપારી ઝડપાયો: કપાત કરનાર કુખ્યાત રૂપેશ મહેતા ઉર્ફ રૂપલા નું નામ ખૂલ્યું
- બર્ધનચોક પાસે એચ.જી ધાબરીયા નામની દુકાન પાસેથી ઇબ્રાહીમ અસગરઅલી ધાબરીયા જબ્બે
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ ઓગસ્ટ ૨૩ જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાંથી એક વેપારીને પોતાના મોબાઈલ ફોન ની એપ્લિકેશન મારફતે ક્રિકેટ નો સટ્ટો રમવા અંગે પોલીસે ઝડપી લીધો છે, જયારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર શખ્સ ને ફરારી જાહેર કરાયો છે. જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના બર્ધન વિસ્તારમાં એક વેપારી ઇબ્રાહીમ અસગરઅલી ધાબરીયા પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે, તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરમિયાન જામનગરમાં ગોલ્ડન સીટી વિસ્તારમાં રહેતો અને બર્ધનચોક વિસ્તાર નો વેપારી ઇબ્રાહીમ અસગરઅલી ધાબરીયા મોબાઈલ ફોન મારફતે ક્રિકેટ નો સટ્ટો રમતાં મળી આવ્યો હોવાથી પોલીસે અટકાયતમાં લઈ લીધો હતો અને તેના કબજા માંથી મોબાઇલ ફોન રોકડ રકમ સહીત રૂપિયા 10,500 ની માલમતા કબજે કરી છે. પોલીસની પૂછપરજ દરમિયાન પોતે જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં રહેતો તુષાર ઉર્ફ રૂપેશ નામના વણિક શખ્સ સાથે કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.