જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક ફાઇનાન્સ ની ઓફિસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું
-
ક્રિકેટ ની મોબાઈલ ફોન ની આઇડી પર હારજીતનો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા : મુખ્ય બુકી નું નામ ખુલ્યું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૫, જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સ ની ઓફિસમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ક્રિકેટના સટ્ટા નું નેટવર્ક પકડી પાડ્યું છે, અને મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પરથી હારજીત નો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના મોબાઈલ ફોન સહિતનું ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય કબજે કર્યું છે. જ્યારે તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરારી જાહેર કર્યો છે.