Home Gujarat Jamnagar જામનગરમાં ફાઇનાન્સરને ધમકી આપનાર ASI સામે તપાસનો આદેશ આપતી અદાલત 

જામનગરમાં ફાઇનાન્સરને ધમકી આપનાર ASI સામે તપાસનો આદેશ આપતી અદાલત 

0

જામનગરમાં ફાઇનાન્સરને ધમકી આપનાર એ.એસ.આઇ. સામે તપાસનો આદેશ આપતી અદાલત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ ફેબ્રુઆરી ૨૩ : જામનગરમાં બેડી પોલીસ ચોકીના અસી.સબ.ઇન્સ. સામે ધાક ધમકી આપીને મોટરસાયકલ તથા રોકડ રકમ પડાવી લેવા અંગે અદાલત નોંધાયેલ ફરિયાદ ના અનુંસંધાને અદાલત દ્વારા પોલીસ તપાસ નો આદેશ કરવામાં આવ્યો છે.

જામનગરમાં ફાઇનાન્સ પેઢી ચલાવતા વિશાલ વિનોદરાય ખખર પાસે થી ચંદન બથવાર નામનો શખ્સ બાઇક લેવા માટે આવ્યો હતો. પરંતુ વિશાલભાઈ એવું કહ્યું હતું કે આ બાઈક તારા માતા સાચવવા મૂકી ગયા છે તેની પરવાનગી અથવા તો બાઈકના માલિક કહે તો બાઈક પરત આપવામાં આવશે. પરંતુ ચંદન એ પોતાની વગ નો ઉપયોગ કરીને બેડી પોલીસ ચોકી ના એ.એસ.આઇ સફીયાભાઈનો સંપર્ક કર્યો હતો.

આથી સફિયાભાઈ એ વિશાલ ખખર ને ફોન કરી ગંભીર ગુનામા ફીટ કરાવી દેવાની ધમકી આપી બાઈક અને રૂ. 10 હજાર પોલીસ ચોકીમાં આપી જવા જણાવતાં ડરના કારણે બાઈક અને પૈસા પોલીસ ચોકી માં આપી આવ્યા હતા. આ પછી તેણે આ બાબતે અદાલત મા ફરિયાદ કરતા સીનીયર સિવિલ જજ ડી બી જોષી એ અસી.સબ ઇન્સ્પેક્ટર સફિયા સામે તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ ક્રિપાલસિંહ જાડેજા અને કુલદીપસિંહ ચૌહાણ રોકાયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version