Home Gujarat Jamnagar જામનગરના જમીન પ્રકારણના સ્યુસાઈડ કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

જામનગરના જમીન પ્રકારણના સ્યુસાઈડ કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ

0

કાલાવડ ખેતીની જમીનમાં ૨૪ ગુંઠા કબજો ખાલી ન કરવા , દબાણ કરવા અને મરવા મજબુર કરવાના કેશમાં જામીન મુકત કરતી નામ.જામનગર કોર્ટ

  • ધારીયુ લઈ અને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરવાનો પ્રયાસથી ડરી જતાં ભોગબનનારે આત્મહત્યા કરી લીધી હતી

  • સ્યુસાઈડ નોટમાં નામ અને ધારીયું લઈ અને મારવા આવેલાનો ઉલ્લેખ પણ હતો

દેશ દેવી ન્યૂઝ તા . ૨૭ નવેમ્બર ૨૪ જામનગર  આ ચર્ચાસ્પદ કેસની હકિકત એવી છે કે, રાજકોટ મુકામે વસવાટ કરતા જીતેન્દ્રભાઈ જેઠાભાઈ વોરા દ્વારા જામનગર જીલ્લા કાલાવડ પોલીસ સ્ટેશનમાં તેમના પિતા જેઠાભાઈ વોરા દ્વારા તેમની જમીન માપણી કરાવતા ૧૦ વીધા પૈકી ૨૪ ગુંઠા જમીન આરોપી પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયા વાળાઓએના ખેતરમાં નિકળતી હોય , જેથી જેઠાભાઈએ પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયાને ૨૪ ગુંઠા જમીનનો કબજો ખાલી કરાવવા અવાર નવાર કહેતા પરંતુ આ પ્રવિણભાઈ તેજાભાઈ તેના કૌટુંબીક ભાઈ નાથાભાઈ ટપુભાઈ પણ આ બાબતે પ્રવિણભાઈનો સાથ આપતા હોય અને ફરીયાદીના પિતા જેઠાભાઈને માનસીક ત્રાસ આપી અને હેરાન પરેશા કરતા હતા

બનાવના દિવસે મરણજનાર તા.૦૭/૦૩/૨૦૨૪ના રોજ સાંજના સમયે વાડીએ ગયા ત્યારે આરોપી પ્રવિણભાઈ કાકડીયાએ મરણજનારને ધારીયું લઈ અને તેમના સામેથી પસાર થયેલ અને મારવાની કોશીશ કરવાની બિક લાગતા તેમને એક સ્યુસાઈટ નોટ લખેલ અને તેમાં જણાવેલ કે “પવિણ તેજાની વાત કરૂ છું હું મારા સાગર વારા ખેતરે આંટો મારવા ગયો ત્યારે બારોબાર ૧૨નો બપોરનો ટાઈમ હતો હું જેવો વાડી પાસે નિકળ્યો તરત જ ધારીયું લઈને મારી પાછળ થતો હું ગાડીમાંજ હતો પરંતુ જો નીચે હોત તો મને નક્કી ધારીયાથી કટકા કરી નાખત તે મને બરોબરનું સમજાય ગયુ છે.

હવે મને એથી વાતાનો ડર સતાવે છે કે, હું એકલો ગમે ત્યારે નીકળશું તો મને પતાવી દેશે આ જાતનો મારા હૃદયમાં ડર લાગ્યો છે હું તેને પહોંચ શકું તેમ નથી કારણ કે, હું સુગરનો દરદર્દી છું, તો મને આ લોકો મારી ખતમ કરવાની તૈયારીમાં છે” આમ સ્યુસાઈટ નોટ લખી અને ફરીયાદીના પિતાએ આત્મહત્યા કરી લીધેલ, આમ આત્મહત્યા કરતા તેઓને ડોક્ટર ધ્વારા સારવારમાં મૃત જાહેર કરેલ અને પોલીસ ધ્વારા ફરીયાદીના લખાણના કુદરતી નમુના મંગાવી અને સ્યુસાઈટ નોટ સાથે સરખાવી અને આરોપી સામે ધોરણસર ગુન્હો દાખલ કરેલ, આમ ગુન્હો દાખલ થતાં આરોપી પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયાને જેલ હવાલે કરવામાં આવેલ, જેથી આરોપીએ જામીન અરજી દાખલ કરવામાં આવેલ જેમાં સરકાર પક્ષે તથા તપાસ કરનાર પોલીસ ધ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આરોપી સામે પ્રથમદર્શનીય કેશ છે અને આરોપીનું નામ સ્યુસાઈટ નોટમાં જાહેર કરવામાં આવેલ છે

અને બનાવના દિવસે જ આરોપીએ તેમના સામે ધારીયું લઈ જઈ અને મારવાની કોશીશ કરેલ તેનાથી ડરી અને આત્મહત્યા કરી લીધેલ છે, તે સ્યુસાઈટ નોટમાં જણાય આવે છે, આ પ્રકારના આરોપીને જામીન મુકત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, જે રીતે સ્યુસાઈટ નોટ લખવામાં આવેલ છે તેના આક્ષેપો ધ્યાને લેવામાં આવે તો ધારીયુ લઈ અને આરોપી નિકળેલા હતા અને તેનાથી ડરી ગયેલા અને આત્મહત્યા કરી લીધેલ તેવું જણાવેલ છે, અને ફરીયાદીના પીતા મોટરકારમાં હતા જો તેઓને આ ડર હોય તો તેઓ પોલીસ સ્ટેશન જઈ અને ફરીયાદ કરી શક્તા હતા પરંતુ તેવું કોઈ કાર્યવાહીઓ કરવામાં આવેલ નથી, અને આ ડરના કારણે આત્મહત્યા કરેલ હોય તેવું પ્રથમદર્શનીય જણાય આવતું હોય તો પણ મરણજનાર પાસે મરવા સીવાયનો કોઈ જ વિકલ્પ ન હોય, તેવું ફરીયાદ ઉપરથી જણાય આવતું નથી,

આમ, જયારે ધારી લઈ અને આત્મહત્યા કરેલ હોય, તે સંજોગોમાં આ પ્રકારની ફરીયાદમાં આરોપીને જેલ હવાલે રાખી શકાય નહી, તેમ દલીલો કરતા નામ.અદાલતે તમામ દલીલો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version