જામનગરમાં બેડી ગેઇટ સુપર માર્કેટ પાસે આવેલી એક મીઠાઈ ની દુકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે અફડાતફડી
-
ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઇ ગેસનો બાટલો બહાર કાઢી લઈ આગને બુજાવી: લોકોના ટોળા એકઠા થયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૫, જામનગરમાં બેડીગેઇટ જેવા ભરચકક વિસ્તારમાં સુપર માર્કેટ પાસે આવેલી એ વન સ્વીટ નામની મીઠાઈ ફરસાણની દુકાનમાં આજે સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં મીઠાઈ બનાવવામાં આવી રહી હતી, જે દરમિયાન એકાએક રાંધણ ગેસનો બાટલો લીક થવાના કારણે આગ લાગી હતી, અને ભારે અફડાતફડી સર્જાઇ હતી.