જામનગર ની જી.જી હોસ્પિટલ ની વિવાદાસ્પદ સિક્યોરિટી નાં જવાન અને ડોક્ટર વચ્ચે ઝગડો
- ફડાકા વાળી થયા ની પણ ચર્ચા : બંને નાં લેખિત ખુલાસા મંગાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૬ ડીસેમ્બર ૨૩ જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંહ (જી જી ) હોસ્પિટલ નાં મેદાન મા આજે બપોરે મહિલા સિનિયર રેસીડન્ટ ડોક્ટર અને સિક્યુરિટી ના જવાન વચ્ચે વાહન ખસેડવા નાં મુદ્દે ઝગડો થતાં મામલો ઉગ્ર બન્યો હતો.અને ફડાકા વાળી પણ કરવામાં આવી હોવા નું ચર્ચાઈ રહ્યું છે.સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જામનગર ની જી.જી.હોસ્પિટલ નાં સર્જીકલ.વિભાગ પાસે આજે બપોરે જાહેર મા બખેડો થયો હતો.એક મહિલા સિનિયર રેસી.ડોક્ટર અને સિક્યોરિટી નાં જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગાળા ગાળી સુધી પહોંચ્યો હતો. આ સમયે અન્ય ત્રણ – ચાર જેટલા સિક્યોરિટી જવાનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.ત્યાર પછી બનાવ ની જાણ થતાં જ હોસ્પિટલ નાં તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજ નાં ડીન પણ દોડી આવ્યા હતા.આને મામલો શાંત પાડી બંને ને ત્યાંથી રવાના કર્યા હતા. મળતી માહિતી મુજબ સર્જરી વિભાગ સામે મહિલા ડોક્ટર ની મોટર કાર પાર્ક કરવામાં આવી હતી.જયા એક રીક્ષા પણ પાર્ક કરવામાં આવી હોવા થી ડોક્ટરે રિક્ષા દૂર.ખસેડવા નું જણાવતા જ સિક્યોરિટી જવાન ઉશકેરાયા હતા.અને તમારા બાપ નો નોકર નથી તેવા શબ્દો ઉચાર્યા હતા.આથી મામલો બિચકયો હતો. જેને આખરે થાળે પાડવામાં આવ્યો હતો.