Home Gujarat Jamnagar જામનગરમાં ફાટી નીકળેલા રોગચાળાના મુદ્દે જામ્યુકોની ઊંઘ ઉડાડવા કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી...

જામનગરમાં ફાટી નીકળેલા રોગચાળાના મુદ્દે જામ્યુકોની ઊંઘ ઉડાડવા કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી આવેદન

0

જામનગરમાં ફાટી નીકળેલા રોગચાળા ના મુદ્દે મહાનગર પાલિકા ની ઊંઘ ઉડાડવા કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી આવેદન પાઠવ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ જુલાઈ ૨૪, જામનગર શહેર માં કોલેરા નો ઉપદ્રવ વધ્યો છે.ત્યારે મહાનગર પાલીકા ને કુંભકરણની નિદ્રા થી જગાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા પછી કમિશનર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં ૧૦ જેટલા કોલેરાના કેસો નોંધાયા છે. ઉપરાંત તાવ, ઝાડા, ઉલટી ના અસંખ્ય કેસો ,જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલ છે.અને જામનગર શહેરના તમામ વિસ્તારોમાં રોગચાળો અને કોલેરા પ્રસરી ગયેલ છે. ખાસ કરીને બેડી, નવાગામ ઘેડ, દરેડ, ખોજા નાકા વગેરે વિસ્તારમાં ભયંકર કોલેરા તથા રોગચાળો ફાટી નીકળેલ છે. અને જામનગર મહાનગરપાલિકા નું આરોગ્ય તંત્ર સાવ કુંભકરણની નિદ્રામાં સુતેલ છે.આરોગ્ય અધિકારી એ કોઇપણ વિસ્તાર ની મુલાકાત લીધેલ નથી. અને આ અંગે કોઈપણ કાર્યવાહી પણ કરતા નથી.જામનગર મહાનગરપાલિકા મુખ્ય મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી છે.અને આવા આરોગ્ય ના અધિકારી પોતાની મન માની કરે છે. અને આવા અધિકારી ઓ શેહરી જનોના આરોગ્ય ખતરા માં મુકે છે. પરિણામે આ રોગચાળો ફાટી નીકળેલ છે. કોઈ નું મૃત્યુ થાય તો તેની માટે કોણ જવાબદાર રહેશે ?કોર્પોરેશન શા માટે પગલા લેતું નથી ? હાલ અસંખ્ય કોલેરા ના અને તાવ, ઝાડા,ઉલટી ના કેસો માં લોકો સપડાયા છે. અને જામ્યુકોના આરોગ્ય તંત્ર ગૌર નિંદ્રા માં છે.મચ્છર, માખીના ઉપદ્રવ વધી ગયા છે. કોઈ સફાઈ કરવામાં આવતી નથી.દવાનો છટકાવ કરવામાં આવતો નથી .આવી ગંદકી ને નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો સ્થિતિ મા સુધારો કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ક રોગચાળો ફાટી નીકળશે . આથી તાત્કાલિક ધોરણે અગમચેતી રૂપે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી ,કમિશનર ને આવેદન પાઠવ્યું હતું

આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા , જામનગર મહાનગરપાલિકા ના વિપક્ષ ના નેતા ધવલ નંદા , કોર્પોરેટર અલ્તાફ ખફી, મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન તેમજ કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version