દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૮ જાન્યુઆરી ૨૨ જામનગર શહેરના પારસ સોસાયટીમાં રહેતા અને પંચવટીમાં જલારામ રેસ્ટોરન્ટ નામની ખાણીપીણીની લોજ ચલાવતા લોહાણા વેપારીએ પોતાના ઉપર દેવું થઈ ગયું હોય અને રેસ્ટોરન્ટનું ભાડુ, પગાર, અને લાઇટબિલ ચુકવવા નવ લાખ પાંચ ટકે લીધા બાદ મિત્રના મકાનનો દસ્તાવેજ લખાવી લઈ વધુ ૧૮ લાખની માંગણી કરતા વેપારીએ પંચવટી સોસાયટીના હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ચોપડેથી જાણવા મળતી માહિતી મુજબ પારસ સોસાયટીમાં રહેતા અને પંચવટીમાં ”જલારામ રેસ્ટોરન્ટ” નામની ખાણીપીણીની લોજ ચલાવતા હોય અને આશરે બે વર્ષ પહેલા કોરોના મહામારીમા તેઓનો ધંધો બંધ હોય અને બે મહિનાનુ દુકાનનુ ભાડુ તથા રેસ્ટોરન્ટમા કામ કરતા માણસોના પગાર તેમજ દુકાનનુ લાઇટબીલ ચુકવવાનુ બાકી હોય જેના કારણે જતીનભાઇ મનસુખભાઇ વિઠલાણી પર દેવુ થઇ ગયેલ હોય અને આ દેવુ ચુકવવા માટે તથા ધંધો ચાલુ કરવા માટે જતીનભાઇ મનસુખભાઇ વિઠલાણીને પૈસાની ખાસ જરૂરત હોય, જેથી હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાએ જતીનભાઇ મનસુખભાઇ વિઠલાણી ને રૂ.૯,૦૦,૦૦૦/- માસિક પાંચ ટકાના ઉંચા વ્યાજના દરે રકમ આપી તેની સીક્યુરીટી પેટે જતીન પાસેથી પ્રથમ રૂ.ત્રણ-ત્રણ લાખના ત્રણ ચેક મેળવી ત્યારબાદ આ ચેક નહી ચાલે તેમ કહી ફરીયાદીના મિત્રના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો અને જનીન વિઠ્ઠલાણીએ આપેલ ત્રણ ચેક પરત પરત નહી આપી વ્યાજ સહિત રૂ.૧૮,૦૦,૦૦૦/- જેવી મોટી રકમની માંગણી કરી સાથે જતીન વિઠ્ઠલાણીને મનફાવે તેવી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આથી સીટી-બી ડિવિઝન પોલીસે IPC કલમ- ૫૦૪, ૫૦૬ (૨) તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-૨૦૧૧ ની કલમ-૫, ૩૯, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની શોધખોળ આદરી છે.