Home Gujarat Jamnagar જામનગરમાં કોંગી કોર્પોરેટર સહિત બે સામે માર મારવાની ફરિયાદ

જામનગરમાં કોંગી કોર્પોરેટર સહિત બે સામે માર મારવાની ફરિયાદ

0

જામનગરમાં એક રેકડી ચાલક ને માર મારવા અંગે કોંગી કોર્પોરેટર સહિત બે સામે ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

  • મકાઈની રેકડી ના સંચાલકને માર મારતાં ફીનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી પોલીસ નિવેદનમાં સમગ્ર મામલો સામે આવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા અને મકાઈની રેકડી ચલાવતા એક યુવાનને કોંગી કોર્પોરેટર અને તેના સાગરીતે માર માર્યો હોવાથી તેઓના ત્રાસના કારણે ફિનાઈલ પી લીધું હતું. આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, અને પોલીસે હુમલો કરનાર કોંગી કોર્પોરેટર સહિત બે સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી સોસાયટીમાં રહેતા અને મકાઈની રેકડી ચલાવતા શાહનવાજ શકીલભાઈ ચૌહાણ નામના ૨૨ વર્ષના યુવાને ગત ૧૬મી તારીખે ફિનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તે ભાનમાં આવી ગયા બાદ પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.

જે નિવેદનમાં તેને જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસ ના કોર્પોરેટર અસલમભાઈ ખીલજી અને મહમ્મદ ઉર્ફે મામલો અખ્તરભાઈ પંજાએ માર માર્યો હોવાથી તેઓના ડરના કારણે ફીનાઇલ પીધું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાયા પછી પોતાના માતા પિતા સાથે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો, અને કોર્પોરેટર અસલમ ખીલજી સહિત બંને સામે પોતાને ૧૬મી તારીખે માર મારી પટણી વાડમાં શુંકામ આવ્યો છે, અને ફરીથી આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર કર્યું હતું.

જે અંગે પીએસઆઇ ડી.જી. રામાનુજે અસલમ ખીલજી અને મોહમ્મદ અખ્તરભાઈ પંજા સામે બીએનએસ કલમ ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧, (૩) અને ૫૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને આ બનાવ સંદર્ભમાં અલગ અલગ વ્યક્તિના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version