Home Devbhumi Dwarka પૂર્વ રાજયમંત્રીના ભાઇ ઉપર હુમલાની ઘટનામાં બંન્ને પક્ષના 11 સામે ફરિયાદ

પૂર્વ રાજયમંત્રીના ભાઇ ઉપર હુમલાની ઘટનામાં બંન્ને પક્ષના 11 સામે ફરિયાદ

0

ખંભાળિયા નજીક બે જૂથ વચ્ચે સર્જાયેલ સશસ્ત્ર અથડામણમાં સામ-સામી ફરિયાદ: પુર્વ રાજયમંત્રીના ભાઇ ઉપર હુમલાની ઘટનામાં બંન્ને પક્ષના 11 સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા: o૭ ખંભાળિયા જામનગર માર્ગ ઉપર આવેલી એક વિશાળકાય કંપનીમાં કોન્ટ્રાકટ બાબતે માજીમંત્રીના ભાઇ સહિતના આસામીઓ તેમજ સામા પક્ષે પણ એક જુથ વચ્ચે ગઇકાલે સશસ્ત્ર અથડામણ સર્જાઇ હતી. જેમાં લોખંડના સળીયા લાકડાના ધોકા જેવા હથિયારોના છુટથી ઉપયોગ થયો હતો. આ અથડામણમાં સામ સામા પક્ષે યુવાનો ઘવાયા હતા અને બંને પક્ષે કુલ 11 શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઇ છે.

ખંભાળિયાથી જામનગર તરફ જતા માર્ગ અત્રેથી આશરે 16 કિ.મી. દુર દેવળીયા ગામ પાસે આવેલી નયારા એનર્જી કંપનીમાં હાલ જામનગરમાં પટેલ કોલોની ખાતે રહેતા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના ર8 વર્ષીય કોન્ટ્રાકટર યુવાનની રવિરાજ કંપની દ્વારા કંપનીની અંદર આવેલી એસ.કે.બી. કંપનીમાં રો મટીરીયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ચાલે છે.

આ કોન્ટ્રાકટ મેળવવાના હેતુથી લાલપુર તાલુકાના સિંગચ ગામના રહીશ રેવતુભા જાડેજા દ્વારા પુર્વ યોજીત કાવતરૂ રચીને ગઇકાલે સવારે નયારા કંપનીના પેટ્રોલીયમ-કેમીકલ્સના નવા પ્લાન્ટ પાસેના ગેઇટ નજીક ગેરકાયદેસર મંડળી રચી તેમની સાથે ઝાખર ગામના જુવાનસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદીપસિંહ ભરતસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ નામના કુલ પાંચ શખ્સોએ લોખંડના સળીયા તથા લાકડના ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે ધસીઅ ાવ્યા હતા અને આ માર્ગ પર કંપનીમાં જઇ રહેલા ફરિયાદી રવિરાજસિંહ તથા તેમની સાથે થઇ રહેલા જામનગરના ધારાસભ્ય અને માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના ભાઇ રાજેન્દ્રસિંહ જાડેજાને મારીન ાખવાના ઇરાદે હથિયારો વડે તુટી પડયા હતા.

જેના કારણે રાજભા જાડેજા તથા રવિરાજસિંહ સાહેદ ધર્મેન્દ્રસિંહ વિગેરેને લોહીલુહાણ હાલતમાં ગંભીર ઇજાઓ સાથે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આમ, જીવલેણ હથિયારો સાથે તુટી પડેલા આ શખ્સોએ જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખંભાળિયા પોલીસે રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી રાયોટીંગની કલમ 143, 144, 147, 148, 149, 307, 323, 324, 341, 504, 506 (2) 120 (બી) તથા જી.પી.એકટની મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવમાં સામા પક્ષે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામના રહીશ રેવતુભા રણુભા જાડજાએ ભાતેલ ગામના રાજભા મેરુજી જાડેજા, ભાતેલ ગામના રવિરાજસિંહ રાજભા જાડેજા, પીન્ટુભા જાડેજા, ઝાખર ગામના અજીતસિંહ ભીખુભા જાડેજા, ટિંબડી ગામના રમેશસિંહ જાડેજા અને જોગવડ ગામના રાજભા જાડેજા નામના છ શખ્સો સામે અહીંની પોલીસમાં ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી રેવતુભા જાડેજાની ખોડીયાર ક્ધસ્ટ્રકશન કંપની દ્વારા તેઓને ન્યારા કંપનીની અંદર આવેલી એસ.કે.બી. કંપનીમાં ફેબ્રીકેશનનું કોન્ટ્રાકટ કામ કરવામાં આવતુ હોય, તેમને પણ કંપનીમાં માટી તથા કાંકરીના કોન્ટ્રાકટ બાબતે કંપનીમાં વાતચીત કરવા માટે જતા આ સ્થળે રહેલા રાજભા જાડેજાએ ફોન ઉપર બિભત્સ ગાળો કાઢયા બાદ ગઇકાલે સવારે કંપનીના ગેઇટ પાસે અંદર જઇ રહેલા રાજભા જાડજાએ ફોન ઉપર બીભત્સ ગાળો કાઢયા બાદ ગઇકાલે સવારે કંપનીના ગેઇટ પાસે અંદર જઇ રહેલા ફરિયાદી રેવતુભા તથા અન્ય સાહેદો જુવાનસિંહ વિગેરેની સ્વીફટ મોટર કાર નંબર જી.જે.10.ડી.એ. 4148 ને અટકાવી આરોપીઓ લોખંડના પાઇપ, લોખંડના સળીયા, લાકડાના ધોકા વિગેરે જેવા હથિયારો વડે તુટી પડયા હતા.

આ બનાવમાં ફરિયાદી રેવતુભા તથા તેમની સાથે સાહેદ જુવાનસિંહ સિધ્ધરાજસિંહ, જયદીપસિંહ વિગેરેને પણ ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં સ્વીફટ મોટરકારને પણ સારૂ એવું નુકસાન થયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયુ છે.

ઉપરોકત બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઇપીસી કલમ 143, 144, 147, 148, 149, 323, 324, 427, 204, 206 (2) તથા જી.પી.એકટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પહોંચતા પામતા ક્ષત્રિય સમાજના બે જુથો વચ્ચે થયેલી આ અથડામણ એ જિલ્લાભરમાં ભારે ચકચાર જગાદી છે. રાજકીય નેતાના ભાઇ ઉપર થયેલા હુમલાના બનાવ બાદ તેમના શુભેચ્છકો તથા કાર્યકરો હોસિપટલ ખાતે દોડી ગયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version