Home Gujarat Jamnagar પાણાખાણ વિસ્તારમાં વૃઘ્ધને ધોકા-ઢીકા-પાટુ વડે માર માર્યાની દંપતિ સહિત ત્રણ સામે ફરીયાદ

પાણાખાણ વિસ્તારમાં વૃઘ્ધને ધોકા-ઢીકા-પાટુ વડે માર માર્યાની દંપતિ સહિત ત્રણ સામે ફરીયાદ

0

જામનગરના પાણાખાણ વિસ્તારમાં વૃઘ્ધને ધોકા-ઢીકા-પાટુ વડે માર માર્યાની દંપતિ સહિત ત્રણ સામે નોંધાવાતી ફરીયાદદેશ દેવી ન્યુઝ જામનગર 02.જામનગરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં વૃઘ્ધને ધોકા અને ઢીકાપાટુ વડે માર માર્યાની દંપતી સહિત ત્રણ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. જામનગરના ગરીબનગર પાણાખાણમાં રહેતા કાસમભાઇ અબ્દુલભાઇ સાંઘાણી (ઉ.વ.69) એ સીટી-બી માં ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા હાસમ કાસમ સાંઘાણી, તાહીરા હાસમ સાંઘાણી, આમના આઝાદ ગુમરાની વિરુઘ્ધ આઇપીસી કલમ 323, 324, 114, તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.વિગત અનુસાર આરોપી હાસમે ફરીયાદીને ગઇકાલે લાકડાના ધોકા વડે એક ઘા ઝીંકીને મોઢા અને હોઠના ભાગે ઇજા પહોચાડી હતી, જયારે અન્ય આરોપીઓએ ફરીયાદીને ચપ્પલ અને ઢીકાપાટુ વડે માર મારી મુંઢ ઇજાઓ પહોચાડી એકબીજાને મદદગારી કરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version