Home Gujarat Jamnagar દિગ્વિજય પ્લોટમાં PGVCL ટીમ પર હુમલો કરનાર સુમીત નંદા સહિત ચાર સામે...

દિગ્વિજય પ્લોટમાં PGVCL ટીમ પર હુમલો કરનાર સુમીત નંદા સહિત ચાર સામે ફરીયાદ

0

જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાં પીજીવીસીએલ કર્મચારીની ફરજમાં રૂકાવટ : સુમીત નંદા સહિત ચાર શખસ સામે ફરિયાદ

દિગ્વિજય પ્લોટ વિસ્તાર નો બનાવ: કર્મચારીને સારવાર લેવાનો વારો આવ્યો..

તહેવાર ટાણે જ વીજ ચેકિંગ હાથ ધરાતા લોકોમાં રોષ…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ર૮ જામનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પી.જી.વી.સી.એલ. કંપનીમાં નોકરી કરતા વિજયભાઈ દેવાયતભાઈ મોરી, ઉ.વ.3પ, રે. પોરબંદરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.27-10-21ના દિ.પ્લોટ – પર માં આવેલ જીવનલાલ સામજીભાઈ ભાનુશાળીના મકાન, જામનગરમાં ફરીયાદી વિજયભાઈ તથા સાહેદ વિજ ચેકીંગ ની પોતાની કાયદેસરની ફરજ હોય ત્યારે આરોપીઓ સુમીત નંદા તથા અન્ય ત્રણ અજાણ્યા ઈસમો એ ફરીયાદી વિજયભાઈ તથા સાહેદની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી વિજયભાઈ તથા સાહેદને શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version