પેટ્રોલ પુરાવા જેવી નજીવી બાબતે યુવાનને મરણતોલ માર મારતા હોસ્પિટલ ખસેડાયો : ૬ સામે ફરિયાદ
આરોપી :- ( ૧ ) જાવેદ સાઇચા ( ૨ ) જુશબ સાઇચા (૩) અસગર જુશબ સાઇચા ( ૪ ) મહેબુબ જુશબ સાઇચા તથા જુશબ સાઇચાના બીજા બે દિકરાઓ રહે બધા બેડી જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર 17.જામનગર શહેરના બેડી વિસ્તારમાં નૂરી રજા રોડ આરોગ્ય કેન્દ્રની બાજુમાં રહેતા સલીમ નુરમામદ જેડાએ વચ્ચેથી પેટ્રોલ પુરાવાની ના પાડતા ૬ શખ્સોનો હિચકારો હુમલો.
તેમ કહી ત્રણેય જણાએ સલીમ નુરમામદ જેડાને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા તેમજ ગાળા- ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ બાદમાં મહેબુબ જુસબ સાઈચા અને જુસબ સાઈચા ના બે દિકરા આવેલ જેણે પણ સલીમ નુરમામદ જેડાને ઢીકાપાટુનો ઢોર માર મારી ફરાર થઈ ગયા હતા સલીમને બેફામ માર મારતા શરીરે મુંઢ ઇજાઓ થતા તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા સીટી-બી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જતી બનાવની વિગત મેળવી હતી.