સરમત એરફોર્સ સ્ટેશનના 100 મીટર વિસ્તારમાં બાંધકામ પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડતાં જિલ્લા કલેકટર
દેશ દેવી ન્યુઝ જામનગર તા. 21 જુલાઈ ૨૨ જામનગર ભારતીય હવાઇદળના સ્ટેશનો અને મથકોની આજુબાજુની જમીનોના ઉપયોગ અને ભોગવટા પર પ્રતિબંધો લાગુ પાડવાનું જરૂરી જણાતાં ઉપરોક્ત જાહેરનામાંથી જિલ્લા મેજિસ્ટ્રેસ્ટ ડો. સૌરભ પારઘી દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાય છે કે આવી તમામ જમીનોને મકાનો, બાંધકામો અને અન્ય અવરોધોથી મુક્ત રાખવી અને જાહેરનામાંના પરિશિષ્ટ-ક માં દર્શાવેલ એરફોર્સ સ્ટેશનની જમીનોની બહારની દીવાલથી હયાત દીવાલ/ ફેન્સિંગથી 100 મીટરના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ મકાન, બાંધકામ કે માળખું બાંધી શકાશે નહિ, ઉભું કરી શકાશે નહીં કે ચણી શકાશે નહિ તેમજ આ જમીનોમાં વૃક્ષારોપણ કરી શકાશે નહિ.
એરફોર્સ સ્ટેશન, સરમતના 100 મીટરના પ્રતિબંધિત વિસ્તારની જમીનોની ગામવાર/ સર્વેવાર વિગતો
5, 6/પૈકી, 14/ પૈકી, 20, 21/ પૈકી, 23/ પૈકી, 36, 37, 38, 39/ પૈકી, 42, 43, 44/ પૈકી, 89/ પૈકી, 128, 129, 130/ પૈકી, 132, 133, 134/ પૈકી, 149/ પૈકી, 151, 152, 153/ પૈકી, 164, 165, 166/ પૈકી, 171, 172, 173/ પૈકી, 175, 176, 177, 178, 179/ પૈકી, 417, 418/પૈકી..