જામનગરમાં 15 થી 18 વર્ષના બાળકોને કોવિડ રસીકરણનો પ્રારંભ..
ઠેબા ખાતે જીલ્લા કલેકટર સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ
દેશ દેવી ન્યુઝ O3. જામનગર: સોમવારથી જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના હસ્તે જામનગર તાલુકાના ઠેબા ગામની કે.જે. શાહ હાઇસ્કુલ ખાતેથી 15 થી 18 વર્ષની વય જૂથના બાળકોને કોવિડ-19ના રસીકરણનો શુભારંભ કરાયો હતો.
આ કાર્યક્રમમાં કલેકટર એ બાળકોને ભયમુક્ત બની રસીલેવા અપીલ કરી હતી. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ શાળા ખાતેની રસીકરણ કામગીરી માટેની વ્યવસ્થાઓને નિહાળી હતી.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયા તથા જિલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ ડોડીયાએ ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓને રસીકરણ સંબંધી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતુ.