જામનગરની સિટી – બી પોલીસે 2 શખસોને પકડી પાડી ચોરાવ બાઈક કબજે કર્યાં
સ્ટાફના હરદીપ બારડ તથા યુવરાજસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે જામનગર અને રાજકોટની 15 બાઈક ચોરીઓનો ભેદ ઉકેલાયો..
કન્ટ્રોલ રૂમના સીસી ટીવી ફૂટેજ તપાસતા શકમંદો મળી આવ્યા.
જામનગર શહેરમાં થયેલી જુદી જુદી 7 ચોરીઓ મળી કુલ 15 મોટરસાયકલ ચોરી કરનાર શખસ અને કિશોરને પોલીસે પકડી પાડી 15 જેટલા વાહનો કબજે કર્યા છે .
દેશ દેવી ન્યુઝ જામનગર 22. શહેરમાં છેલ્લા થોડા સમયથી વાહન ચોરોનો તરખાટ વધ્યો હતો ત્યારે અલ્પેશ ચંદ્રકાંતભાઈ ટાંકનું હોન્ડા ચોરાઈ જતાં સિટી – બી પોલીસના પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે આ બાબતે સીસીટીવી ફૂટેજ તેમજ કમાન્ડ કંટ્રોલ રૂમના ફૂટેજ તપાસ કરતા તેમાંથી બે શકમંદો મળી આવ્યા હતા જે બંને મોટરસાયકલ લઈ લાલપુર બાયપાસથી નરમાળા તરફ જતાં હોવાનું જોવા મળ્યું હતું.
આ કામગીરી પો.ઇન્સ . કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ સેકન્ડ PSI વાય.જે વાઘેલા , તથા PSI સી.એમ.કાંટેલીયા તથા પો.હેડ કોન્સ . રવીરાજસિંહ જાડેજા , મુકેશસિંહ રાણા, રાજેશ વેગડ , ક્રિપાલસિંહ સોઢા , દેવસુરભાઇ સાગઠીયા, દેવેન ત્રિવેદી , હરદીપભાઇ બારડ , યુવરાજસિંહ જાડેજા , ધર્મેન્દ્રસિંહ જાડેજા , મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.