જામનગરના એક ક્રિશ્ચિયન યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં જન્મદિવસની સ્ટોરીનો વિડીયો બનાવવો ભારે પડ્યો
-
તેજ વિસ્તારના પાંચ શખ્સોએ ધોકા-પાઇપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : મોબાઈલ પણ તોડી નાખ્યો
-
આરોપી :-“(૧) કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર (૨) દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ (૩) રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૪) જયદીપ (૫) વનરાજ રહે- બધા જામનગર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ ડીસેમ્બર ૨૪ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાનને થોડા દિવસ પહેલાં પોતાના જન્મદિવસનો વિડીયો બનાવીને મોબાઇલમાં વાયરલ કર્યો હતો, જેનું મનદુઃખ રાખીને ખોડીયાર કોલોની વિસ્તારમાં જ રહેતા પાંચ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી યુવાનના હાથ પગ ભાંગી નાખ્યા હતા, જ્યારે તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
ત્યારબાદ આ વાતનું મન દુઃખ રાખીને ગઈકાલે ક્રિશ્ચિયન યુવાન ગઈકાલે રાતે ખોડીયાર કોલોની વિસ્તારમાં એક ચાની હોટલ પાસે ઊભો હતો, જે દરમિયાન કુલદીપસિંહ ઉર્ફે લાલો તેમજ દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ, રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ઉપરાંત જયદીપ અને વનરાજ નામના અન્ય બે શખ્સો લોખંડના પાઇપ- ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને હુમલો કરી દઈ યુવાન ને લોહીલુહાણ કરી નાખ્યો હતો, અને તેને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો.
જે યુવાનને સૌ પ્રથમ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જે બનાવ ની જાણ થતાં સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ. જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે પાંચેય હુમલાખોરો સામે બી.એન.એસ. કલમ.૧૧૫ (૨). ૧૧૮. ૧૧૭ (૨). ૩૫૨.૩૫૧ (૨).૩૨૪.૫૪ તથા જી.પી.એકટ કલમ.૧૩૫ (૧)મુજબ ગુનો નોધી, વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.