બિસ્કીટના પૈસાની ઉઘરાણી જેવી નજીવી બાબતે મહિલાને પેટમાં લાતો મારી
- ગર્ભમાં ઉજરી રહેલ 3 માસના બાળકનું મોત.
- આરોપી:- ભૂરોકસાઇ બુરહાની પાર્ક જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર ૦૭ સપ્ટેમ્બર ૨૨ જામનગરમાં કાલાવડના નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં બીસ્કીટના નાણાની ઉઘરાણી કરવા ગયેલા પરિવાર સાથે માથાકુટ કરીને એક સખશે સગર્ભા મહિલાને પેટમાં લાતો અને ધોકા વડે માર મારીને માસના ગર્ભસ્થ બાળકનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાતા અરેરાટી વ્યાપી છે. મહિલાને દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.