ઐતિહાસિક ભૂચરમોરી ખાતે આયોજીત શૌર્યકથામાં પધારતા મુખ્યમંત્રી..
શરણે આવેલાની રક્ષા કરવી તે ક્ષાત્રધર્મ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ..
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રના પાણીપત સમાન ભૂચર મોરીની શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પી
દેશ દેવી ન્યુઝ ૨૭ જામનગર જિલ્લાના ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત શોર્ય કથામાં સહભાગી થતાં મુખ્યમંત્રી..
ડો.જયેન્દ્રસિહ જાડેજા લિખિત’ આશરા ધર્મનો અજોડ ઇતિહાસ’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી..
આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ડો.જ્યેન્દ્રસિંહ જાડેજા, વગેરેએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું તેમજ મુખ્યમંત્રી ને આવકારી શૌર્યકથા સપ્તાહની રૂપ રેખા રજૂ કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી એ ડો.જયેંદ્રસિંહ જાડેજા લિખિત ’આશરા ધર્મનો અજોડ ઇતિહાસ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું.તેમજ તેમના આ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
કાર્યક્રમના પ્રારંભે ક્ષત્રિય સમાજની દિકરીઓએ ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારી ભારતીય નારીઓની વીરતાની જાંખી કરાવતો તલવાર રાસ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, મેયર મતી બીનાબેન કોઠારી, ડે. મેયર તપનભાઈ પરમાર, પી.ટી.જાડેજા, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, રમેશભાઈ મુંગરા, મતી જયશ્રીબહેન પરમાર, રાજભા જાડેજા, દીપકસિંહ ઝાલા, પથુભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.
જામ શ્રી અજાજીના શહીદ સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે જામ અજાજીના શહીદ સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સ્મારકના જીર્ણોદ્ધાર માટે હકારાત્મક અભિગમ દાખવી નવી પેઢીને આ શૌર્ય ભૂમિમાંથી પ્રેરણા મળતી રહે તે માટે તત્પરતા દર્શાવી હતી.
શૌર્યકથામાં સહભાગી થતાં પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ આયોજકો જોડાયાં હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રના પાણીપત સમાન ભૂચર મોરીની શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પી.