Home Gujarat Jamnagar જામનગરમાં ફુડ શાખાનું ચેકિંગ : માર્કેટિંગ યાર્ડ ,સુભાષ માર્કેટમાં શાકભાજીના નમૂના લેવાયા

જામનગરમાં ફુડ શાખાનું ચેકિંગ : માર્કેટિંગ યાર્ડ ,સુભાષ માર્કેટમાં શાકભાજીના નમૂના લેવાયા

0

જામ્યુકોની ફુડ શાખા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ અને સુભાષ માર્કેટ ના વિક્રેતાઓને ત્યાંથી ફ્રૂટ અને શાકભાજીના ૧૬૪ નમૂના લેવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ડીસેમ્બર ૨૪ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ, સુભાષ શાક માર્કેટ તેમજ રણજીત રોડ વિસ્તારમાં ઉભા રહેતા શાકભાજી અને ફ્રુટના વેપારી- ફેરિયાઓને ત્યાંથી જુદી જુદી ૧૬૪ જેટલી ખાદ્ય સામગ્રી ના સેમ્પલો લેવામાં આવ્યા છે, અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.ફૂડ અને સેફટી વિભાગ ન્યુ દિલ્હી ના નેશનલ એન્યુઅલ સર્વેલન્સ પ્લાન અંતર્ગત સમગ્ર રાજ્ય માં ફ્રેસ ફ્રૂટ્સ અને વેજીટેબલ ખાદ્ય ચીજો નું સ્પેશીયલ સર્વેલન્સ ડ્રાઈવ અંગે ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના કમિશનર શ્રી ફૂડ સેફ્ટી, ગાંધીનગર ના આદેશ અને જામનગર મહાનગરપાલિકા ના કમિશનરશ્રી ડી.એન. મોદી ની સુચના મુજબ ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ એક્ટ- ૨૦૦૬ અને તે અન્વયે ના નિયમો હેઠળ સર્વેલન્સ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફટી ઓફીસર દ્વારા માર્કેટ યાર્ડ હાપા માંથી ૧૩૮ વેજીટેબલ ના અને સુભાષ માર્કેટ /સટ્ટાબજાર માંથી ૨૬ ફેશફુટ ના નમુના લઇ પૃથ્થકરણ અર્થે થી રાજ્ય સરકાર દ્વારા એલોટેડ લેબોરેટરી માં હેવી મેટલ તેમજ પ્રેસ્ટીસાઈડસ રેસીડ્યું ની તપાસ અર્થે અમદાવાદ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે.

જામનગરના ફરસાણ ના વિક્રેતાઓને ત્યાં પણ ચેકિંગ

જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તાર મા આવેલ ફરસાણ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ માં એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, આજી નો મોટો નો ઉપયોગ ન કરવો, એપ્રોન કેપ-ગ્લોવ્ઝ પહેરવા, તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, રસોડા ની યોગ્ય સફાઈ કરવી, ફૂડ કલર નો ઉપયોગ ન કરવો, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત ટીમ દ્વારા ૫૮ દિગ્વિજય પ્લોટ માં આવેલા અમદાવાદી પકવાન, તેમજ સોનાલી ફરસાણ, ખોડીયાર કોલોનીમાં આવેલી હોટલ અનાયાબીકમ, સમર્પણ રોડ પર આવેલી હોટલ વિશાલ ઇન્ટરનેશનલ તેમજ ખોડિયાર કોલોનીમાં આવેલા પાપા લુઇઝ પિઝા પાર્લરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને જરૂરી સુચના આપવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version