જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર ઘોળે દહાડે એક વૃદ્ધ મહિલા ના ગળામાંથી રૂપિયા દોઢ લાખના સોના ના ચેઇન ની ચીલ ઝડપ
-
નંબર પ્લેટ વગરના એક્સેસ સ્કૂટરમાં આવેલા બે ગઠિયાઓ ગળામાંથી ચેઇન ઝુંટવી છુંમંતર થયા : પોલીસ દ્વારા શોધખોળ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬, માર્ચ ૨૫ જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એક એપાર્ટમેન્ટના ગેઇટ પાસે પોતાના પૌત્રને રમાડી રહેલા ૬૫ વર્ષના વૃદ્ધ મહિલાના ગળામાંથી ધોળે દહાડે નંબર પ્લેટ વગરના સ્કૂટરમાં આવેલા બે અજાણ્યા શખ્સો રૂપિયા દોઢ લાખ ની કિંમતના સોનાના ચેઇન ની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને ગઠીયાઓ સીસીટીવી માં કેદ થયા હોવાથી તેના ફુટેજ ના આધારે શોધખોળ ચલાવાઇ રહી છે.