Home Gujarat Jamnagar જામનગરના કાલાવડમાં વિજ કર્મીને દુકાનમાં પુરીને માર માર્યાના CCTV ફુટેજ વાયરલ

જામનગરના કાલાવડમાં વિજ કર્મીને દુકાનમાં પુરીને માર માર્યાના CCTV ફુટેજ વાયરલ

0

કાલાવડ ના બે વીજ કર્મચારીઓ પર હુમલો કર્યાની ઘટના નો વિડીયો થયો વાયરલ: પોલીસે ફૂટેજ કબજે લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ ઓગસ્ટ ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક દુકાનદાર દ્વારા વીજબિલના નાણા ભરપાઈ કર્યા ન હોવાથી તેની વસૂલાત કરવા માટે કાલાવડ પીજીવીસીએલના બે કર્મચારીઓ રિકવરી માટે ગયા હતા.

દરમિયાન વેપારી બંધુઓ અને તેના સાગરીત સહિત ત્રણ શખ્સોએ બંને વીજ કર્મીઓને દુકાનમાં પૂરી દઈ માર માર્યો હતો, અને માથામાં સોડા બોટલથી ઈજા પહોંચાડી હતી.

જે સમગ્ર ઘટના દુકાન નજીક આવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, અને તેનો વિડીયો ગઈકાલે દિવસ ભર વાઇરલ થયો હતો. કાલાવડ પોલીસે તે વીડિયો ના ફૂટેજ કબ્જે કરી લઇ પુરાવા રૂપે એકત્ર કર્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version