ગુજરાતીઓ સાવધાન!: ખાનગી વાહનોમાં MLA, POLICE, PRESS, DOCTORના લખાણ હટાવી લેજો નહીંતર…
ગુજરાત વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય
ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૭ જૂન ર૨ ગાંધીનગર: રાજ્યમાં ખાનગી વાહનો પર આપણે જોયુ છે કે વાહનના માલિકો પોતાનો હોદ્દાનું લખાણ લખાવતા હોય છે. વળી આ ઉપરાંત સ્લોગનો અને ભગવાનનનું નામ અને ફોટા પણ લગાવતા હોય છે. ઘણીવાર તો હોદ્દાનો દૂરપયોગ કરીને ટ્રાફિક પોલીસ સાથે બાખડતા પણ જોયા હશે. પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો છે.