જામનગર: પૂર્વયોજીત કાવતરૂ રચી અલગ અલગ બેંકની બનાવટી એડવાઈઝરી બનાવી અને ખોટી સહીઓ કરી અને ૩૮ લાખના કૌભાંડમાં સંડોવાયેલ SBI ના કર્મચારીને નિદોષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત
બેંકનો નાણાકીય વહીવટ બરાબર ,વ્યવસ્થિત અને નિયમિત ચાલે તે જોવાની જવાબદારી મેનેજર છે.
એડવાઈઝરીઓ સાચી , ખોટી કે બનાવટી છે. તેની એકસપર્ટ પાસે તપાસ કરાવેલ નથી : એડવોકેટ રાજેશ ગોસાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૧ માર્ચ ૨૫ આ ચકચારી કેશની હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી કે જેઓ જામનગરમાં ન્યુ સુપર માર્કેટ, જામનગર ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ચીક મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેમાં તેઓની મુખ્ય ફરજ બેંકનો નાણાકીય વહીવટ બરાબર વ્યવસ્થીત અને નિયમીત ચાલે તે જોવાની છે. તેમની બેંકમાં (૧) શક્તિ ઓઈલ કોર્પોરેશનનું ચાલુ ખાતું હતું જેના પ્રોપરાઈટર તરીકે જયં તભાઈ મથુરદાસ ઠકકર હતા તેઓને ઓળખ આપનાર તરીકે ઈન્દુલાલ બી. સોલંકી હતા. (૨) સોમાનાથ ટ્રેડર્સ ના પ્રોપરાઈટર સુરેશ બી. નંદાનાઓના ચાલુ ખાતા હતા. તેમાં ઓળખ આપનારનું નામ: બી. વી. ત્રીવેદી હતા (૩) એસ. બી. કોર્પોરેશન,જેના પ્રોપરાઈટર તરીકે વિપુલ કે મહેતાનું ખાતું હતું અને તેમની પણ ઓળખ આપનાર તરીકે બી. વી. ત્રીવેદી હતા. આ ત્રણેય પેઢીઓએ અલગ અલગ રીતે જુદા જુદા ચેક જેની પુરી વિગતો ૩૮ લાખ જેવી રકમના અલગ અલગ ચેકો જુદા જુદા દિવસે અમેના ખાતાઓમાં જમા કરાવવા બેંકમાં આપ્યા હતા. તે બધા જ ચેકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, મુશન શાખા, જી. અલીગઢ. ઉ.પ. ઉપર ડ્રો થયેલા, આ બધા જ ચેકો ઉપર જણાવેલી જુદી જુદી તારીખએ મુરશન શાખાની કહેવાતી પેમેન્ટ એડવાઈઝમાં આવ્યા બાદ જે તે પેઢીઓના ચાલુ ખાતાઓમાં જમા કરવામાં આવ્યા હતા. જે અલગ અલગ તમામ રકમ તેઓએ ધીમે ધીમે રોકડમાં સ્વરૂપમાં આ ખાતાનોમાંથી ઉપાડી લીધેલ છે અને તેમ આશરે ૩૮ લાખ જેવી રકમની ઉચાપત કરેલ છે.બનાવટી સહીઓથી ઉપરોક્ત નાણાની ઉચાપત કરેલ હોવાની ફરીયાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા વાળા મેનેજર દ્વારા જાહેર કરતા આરોપીઓની અટક કરવામાં આવેલ તેમાં હરીશભાઈ ગોવિંદભાઈ ગઢવીતેઓ પણ એસ.બી.આઈ.માં કેશીયર તરીકે નોકરી કરતા હતા, તેમના દ્વારા મીલીભગત કરી અને આ ખોટી કહેવાતી એડવાઈઝરી જાણી-જોઈને મંજુર કરી અને ઉચાપતમાં અને ષડયંત્રમાં પણ ભાગ ભજવેલ છે, આ કેસ ચાલતા તેમાં સાક્ષી સાહેદોને તપાસમાં આવેલ ત્યારબાદ કેસ દલીલ ઉપર આવતા ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કેસમાં તમામ દસ્તાવેજો નામદાર અદાલતના રેકર્ડમાં આવેલ છે અને તમામ દસ્તાવેજો ફરજી અને બનાવટી હોવાનું પણ રેકર્ડમાં આવેલ છે અને બેંકના કર્મચારી દ્વારા જુબાની આપવામાં આવેલ છે.તે ધ્યાને લેતા આ તમામ બનાવટી કૌભાંડ કરેલ હોવાનું ફલીત થાય છે,જેથી આરોપીને મહતમ સજા આપવી જોઈએ જેથી ફરી આ પ્રકારે બેંકમાં કૌભાંડ થાય નહી અને સમાજમાં દાખલો બેસે, તે તમામ હકિકતો સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, આ સમગ્ર પ્રકરણમાં જે તે વખતે ફરીયાદ કરવામાં આવેલ હતી અને તે ફરીયાદ બાદ આ તમામ જે એડવાઈઝરીઓ છે, તે એડવાઈઝરીઓમાં કોની સહી છે, કોના દ્વારા કરવામાં આવેલ છે અને આ સહીઓ ખોટી છે કે, સાચી છે, તે બાબતની કોઈ એકસપર્ટને તપાસમાં આવેલ નથી, જેથી આ દસ્તાવેજો બનાવટી હતા કે, કેમ તે બાબત રેકર્ડ ઉપર લાવવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ છે જેથી આરોપીને સજા કરી શકાય નહી, આમ નામ.અદાલતે આરોપી પક્ષે થયેલ દલીલો ગ્રાહય રાખી અને આરોપી એસ.બી.આઈ.ના કર્મચારી હરીશ ગોવિંદભાઈ ગઢવીને નિદોર્ષ ઠરાવી અને છોડી મુકેલ આ કેસમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.