Home Gujarat Jamnagar જામનગરમાં ચોરીને અંજામ આપતા ”કેશિયર” અને ”કારીગર” : ડિઝીટલ તિજોરી ઉઠાવી ગયા

જામનગરમાં ચોરીને અંજામ આપતા ”કેશિયર” અને ”કારીગર” : ડિઝીટલ તિજોરી ઉઠાવી ગયા

0

જામનગર હાઇવે પરની હોટલમાં થયેલી રોકડની ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો

  • પંચ-બીના PSI એમ.એ મોરીની રાહબરી હેઠળ સ્ટાફના ધમભા ઝાલા, નિર્મળસિંહ જાડેજા તથા સુમીત શિયારને મળેલ બાતમી.
  • ખંભાળિયા અને રાજસ્થાનના બે શખ્સો મુદામાલ સાથે જબ્બે.

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૧૭ જાન્યુઆરી 23 જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર હાઇવે રોડ પર આવેલી એક હોટલ માંથી રૂપિયા 1 લાખ 33 હજારની રોકડ રકમની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ પંચકોષી બી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે, અને હોટલમાં જ કામ કરતાં કેશિયર અને કારીગરને ઝડપી લીધા છે, અને રોકડ રકમ તથા ડિજિટલ તિજોરી વગેરે કબજે કર્યા છે.

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલી ટી પોસ્ટ હોટેલમાં પરમદીને રાત્રિ દરમિયાન રૂપિયા 1.33 લાખ ની રોકડ રકમની ચોરી થઈ હતી, જે ચોરીના બનાવવા અંગે હોટલ સંચાલક દ્વારા તે જ હોટલમાં કેશિયર તરીકે કામ કરતા મૂળ જામ ખંભાળિયા ના વતની યુવરાજસિંહ રણજીતસિંહ રાઠોડ, તેમજ કામદાર તરીકે હોટલમાં જ રહેતા મૂળ રાજસ્થાનના ગોવિંદસિંગ લાડુસીંગ રાવત સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ચોરીની ઘટના પછી પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ચો તરફ નાકાબંધી કરીને રોકડ રકમ સાથે ભાગી રહેલા બંને શખ્સોને ઝડપી લીધા છે. જેઓ પાસેથી રૂપિયા એક લાખ તેત્રીસ હજારની રોકડ રકમ તેમજ ડિજિટલ તિજોરી વગેરે કબજે કરી લીધા છે, અને બંનેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version