દરેડ જીઆઇડીસીમાં મળેલ સળગાવેલી યુવતિની લાશ પ્રકરણનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો: આરોપીને દબોચી લેતી પેરોલ ફર્લો સ્કવોડ
દેશ દેવી ન્યુઝ જામનગર ૧૧. જામનગરના દરેડ જીઆઇડીસી રોડ ખાડા પાસે સળગેલી હાલતમાં અજાણી યુવતિની લાશ મળી હતી, પોલીસ કાફલો દોડી ગયો હતો, તપાસના ચક્રો ગતીમાન કયિ હતા દરમ્યાનમાં બનાવ અંગે હાલ દરેડ મુરલીધરપાર્ક-2 સોસાયટી ખાતે રહેતા અને મુળ કોંઝા ગામના વતની અમિત જીવરાજભાઇ હીંગળા (ઉ.વ.23)એ પંચ-બી માં મુળ પોરબંદરના ટુકડા ગામના અને હાલ મુરલીધરપાર્ક-2 સોસાયટી દરેડમાં રહેતા કરણ શંકર સાદીયા (ઉ.વ.22) સામે શંકા દશર્વિતી ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે મરણજનાર ભારતી ઉર્ફે આરતી જીવરાજભાઇ હીંગળા (ઉ.વ.21) નું કોઇપણ રીતે મોત નિપજાવી તેની લાશ સળગાવી દીધેલ હાલતમાં દરેડ જીઆઇડીસી એપલ ગેઇટથી બાલાર્ક કારખાનાની દિવાલ નજીક પાણીના ખાડા પાસેથી મળી આવતા તપાસ કરતા મરણજનાર યુવતિની સગાઇ શકમંદ કરણ સાથે ચારેક માસથી થયેલ અને તેની બહેનની સગાઇ આ કામના ફરીયાદી સાથે સામ સામે થઇ હતી.
દરમ્યાનમાં આઠેક દિવસ પહેલા બંને પક્ષની સગાઇઓ તુટી ગયેલ જેથી ચાર દિવસ પહેલા શકમંદ કરણ મરણજનાર આરતી સાથે ફરી પાછી સગાઇ કરવાની વાત કરતા ફરીયાદી તથા તેની માતાએ સગાઇની ના પાડી હતી, ના પાડવા છતા શકમંદ મરણજનાર સાથે વાતચીત તથા સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો અને તા. 8 ના રોજ આરતીને કારખાનેથી પોતાના મોટરસાયકલ પર બેસાડીને લઇ ગયો હતો
જેથી તેણે અથવા તેના મળતીયાએ યુવતિનું મોત નિપજાવી લાશને સળગાવી દઇ ખાડામાં ફેંકી પુરાવાનો નાશ કરી નાશી છુટયા હતા, આ મતલબની આઇપીસી કલમ 302, 201 મુજબ ફરીયાદ પંચ-બી માં નોંધાવવામાં આવી હતી.
ડીવાયએસપી દેસાઇના માર્ગદર્શન હેઠળ પંચ-બીના પીએસઆઇ સી.એમ. કાંટેલીયા અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, એલસીબી, પંચ-બી અને પેરોલ ફર્લો સ્કવોડની ટુકડીઓ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી અને ગઇ મોડી સાંજે આરોપીના સગડ દબાવી પૂર્વ મંગેતેરને દબોચી લીધો હતો. પોલીસે આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.