Home Gujarat Jamnagar શંકરટેકરીમાં બુટલેગર પરીવાર પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી ગયા : 8...

શંકરટેકરીમાં બુટલેગર પરીવાર પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી ગયા : 8 વિરૂદ્ધ ફરિયાદ

0

શંકરટેકરી વિસ્તારમાં દારૂના ગુનાના આરોપી પકડવા જતા બુટલેગરના પરિવારનો પોલીસ પર હુમલો : ફરજ રૂકાવટ અને રાયોટીંગ દાખલ

જામનગરમાં કુખ્યાત બનેલું શંકરટેકરી વિસ્તારમાં પોલીસ પર હુમલાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામેલ છે.

આરોપી:(૧ ) વિજય કેશુ વરાણીયા ( ૨ ) વિજયભાઇની પત્ની ( ૩ ) રોહીત લીંબડ  ( ૪ ) વિજયની બહેનો જોસનાબેન (પ ) રીટાબેન ( ૬ ) રાજેશભાઇની પત્ની – વીજુબેન અને ( ૭ ) રાજેશભાઇની દિકરી- શીતલબેન ( ૮ ) રાજેશ કેશુભાઇ વરાણીયા રહે . બધા શંકર ટેકરી સુભાષપરા શેરી નં- ૦૨ જામનગર .

દેશ દેવી ન્યુઝ જામનગર 27.જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારના આરોપી રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઇ વરાણીયા વિરૂધ્ધમા પો.સ્ટે.મા ગુ.ર.નં ૧૧૨૦૨૦૦૨૨૨૦૪૦૪ પ્રોહી કલમ -૬૫ (એ) (એ ) દારૂનો મુજબ ગુનો દાખલ કરેલ હોય જેમા રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઇ વરાણીયાને અટક કરવાનો બાકી હોય જેથી પોલીસને મળેલ બાતમી આધારે તેને પકડવા જતા આરોપી તેના ઘરે મળી આવતા તેને ખાનગી મોટર સાયકલમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ કરતા હતા.તે દરમ્યાન આરોપી – રાજેશભાઇએ બુમો પાડતા ઉપરોકત વિજયની પત્નિ સાથે અન્ય ૭ આરોપી ધસી આવેલ અને પોલીસ સ્ટાફ મહેન્દ્રસિંહ જાડેજાને ઢીકા પાટુનો મારમારી અને સાથે રહેલ અન્ય પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી અને રાજુને કેમ લઇ જશો તેમ કહી મોટરસાયકલની ચાવી કાઢી લઇ જઇ તથા રાજેશભાઇ વરાણીયાને છોડાવીને ફરજમા રૂકાવટ કરી ગુનો કર્યા હતો.

આથી સીટી-સી ડિવિઝન પોલીસે આઠ શખ્સો  વિરૂદ્ધ IPC – કલમ -૧૪૩ , ૧૪૭ , ૧૪૯ , ૧૮૬ , ૧૮૯ , ૩૩૨ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ સીટી-સીના PSI આર.ડી ગોહિલ ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version