મનપાની ટેકસ શાખામાં કામ ન થતું હોવાની વકીલોની રાવ: વકીલો પાસે પટાવાળા જેવું કામ કરાય છે.
ટેક્સ ઓફિસર પાસે ફાઇલ સહી માટે ગયા પછી પાછી આવતી નથી, સ્ટાફ અવઢણમાં..
ટેક્સ શાખાની કામ કરવાની પ્રણાલી સામે પ્રશ્ન..80 % બીલ બજવાના બાકી હોવાનો વકીલોનો આક્ષેપ..
પહેલા CML રીપોટ અરજીના બીજે દિવસે મળી જતો, હાલ CML રીપોટમાં પંદર -પંદર દિવસ સુધી મળતો નથી વકીલો ત્રાહીમામ પોકારી ગયા છે.
જામનગર જામનગર મહાનગરપાલિકાની ટેક્સ શાખામાં મિલ્કતોના નામ ટ્રાન્સફર કરવાની કામગીરીમાં નિયમોના આડેધડ અર્થઘટનને કારણે વકીલોને ટેબલે – ટેબલે ધક્કા ખાવા પડે છે .
વેરાના બીલો હજારોની સંખ્યામાં પહોંચાડવાના પણ બાકી છે . ત્યારે ચાલુ નાણાંકીય વર્ષના નાણાં બાકી હોવાનું જણાવીને નામ ટ્રાન્સફરની વિધિ નથી કરવા દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરી રેવન્યુ પ્રેક્ટીશનર વકીલોએ ડે.કમિશનર એ.કે.વસ્તાણીને પ્રશ્ન ઉકેલવા મૌખિક રજુઆત કરી હતી .
જે અંગે ડે.કમિશનરે થોડા દિવસોમાં પ્રશ્ન ઉકેલવા ખાતરી આપી હતી આ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં હજારો મિલ્કતોમાં નામ મળી આવતું નથી . તેવી મહાનગરપાલિકાના મિલ્કતોના નામ ટ્રાન્સફર હાઉસ ટેકસ શાખામાં નોંધ હોવાથી કરવામાં હાલાકી થાય છે વકીલો હેરાન-પરેશાન હોય તો આમ નાગરિકનું શું આવે..