Home Gujarat Jamnagar કોંગ્રેસ નાં ભ્રષ્ટાચાર સામે જામનગર શહેરમાં ભાજપ નું વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ નાં ભ્રષ્ટાચાર સામે જામનગર શહેરમાં ભાજપ નું વિરોધ પ્રદર્શન

0
2380

કોંગ્રેસ નાં ભ્રષ્ટાચાર સામે જામનગર શહેરમાં ભાજપ નું વિરોધ પ્રદર્શન

  • જામનગર શહેરના બન્ને ધારાસભ્ય- મેયર- શહેર જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૯ ડીસેમ્બર ૨૩, કોંગ્રેસ અને તેના આગેવાનો દ્વારા દેશની અંદર જે ભ્રષ્ટાચાર થયા છે, તેનો વિરોધ પુરા દેશમાં થઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજે ચાર વાગ્યે અટલ ભવન જીલ્લા ભાજપ કાર્યાલય થી જનતા ફાટક ખાતે જીલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું .કોંગ્રેસ નાં સાંસદ ધીરજ સાહુ અને તેના સાગરીતો નાં ૨૨૫ કરોડ નાં કૌભાંડો અંગે આજે આ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જામનગર જીલ્લા ભાજપ ના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા તથા જીલ્લા ભાજપ ના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા અભિષેક પટવા શહેર ભાજપ ના પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા તથા મહામંત્રી વિજયસિંહ જેઠવા મેરામણ ભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણીયા જામનગર શહેર ના બંને ધારાસભ્યો શ્રીમતી રિવાબા જાડેજા, અને દિવ્યેશભાઈ અકબરી જામનગર શહેર ના મેયર વિનોદભાઈભાઈ ખીમસૂર્યા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન નિલેશભાઈ કગથરા શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી સહીત શહેર જીલ્લા ભાજપ ના હોદેદારો કાર્યકર્તાઓ બહોળી સંખ્યા માં જોડાયા હતા.

NO COMMENTS