જામનગરમાં નવજાત શિશુને ત્યજી દેવાનો સીલસીલો યથાવત : શરૂ શેકશન પાસેથી નવજાત જીવીત અવસ્થામાં મળી આવ્યું
- પાયલોટ વિરભદ્રસિંહ જાડેજા અને ગીતાબેન ખરાની સરાહનીય કામગીરી: થોડી ક્ષણ મોડુ થાત તો બાળકનો જીવ જોખમમાં મુકાત
- અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા કચરામાં ફેંકી ફરાર
- પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : તપાસના ચક્રો ગતિમાન
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ ઓગસ્ટ ૨૩ જામનગરના શરૂ શેકશન રોડ પર આવેલ સીટીઝન એપાર્ટમેન્ટ પાછળ કચરામાં ત્યજી દીધેલ નવજાત શિશુ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે તેવામાં કોઈએ 108ને જાણ કરતા નવજાતને જીવીત અવસ્થામાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું