ભાવેશભાઈ જાનીને કાર્યપાલક ઇજનેર તરીકે નિમણુંક થતા કામને વેગ મળશે.દેશ દેવી ન્યુઝ જામનગર 21. જામનગર મહાનગર પાલિકામાં લાંબા સમય બાદ કાર્યપાલક ઈજનેરની જગ્યા ભરવામાં આવી છે જેમાં પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગના નાયબ કાર્યપાલક ઈજનેર અને સિનિયર ભાવેશભાઈ જાનીને બઢતી આપવાની દરખાસ્તને જનરલ બોર્ડે સર્વાનુમતે મંજૂર કરી હતી. આ તકે અન્ય જગ્યાઓ પણ ભરવામાં આવે તેવી માંગ ઉઠી હતી .
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા બુધવારે ટાઉનહોલમાં સવારે 11-30 કલાકે મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સત્તા અને વિપક્ષ વચ્ચે ચર્ચા અને આરોપ અને આક્ષેપો સાથે અનેક નિર્ણયો લેવાયા હતા.જેમાં પ્રોજેકટ એન્ડ પ્લાનીગ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનરે ભાવેશભાઇ જાનીને નિયમિત કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી અપાઇ છે. કાર્યપાલક ઈજનેરની જગ્યા ઉપર બઢતીથી ભરતી આપવાની દરખાસ્તને મંજુર કરી આ જગ્યા ઉપર ભાવેશ જાનીને નિમણૂક આપવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અન્ય ચાર ખાલી જગ્યા છે તે માટે પણ ભરતી કરવા માંગ કરી હતી.