Home Gujarat Jamnagar જામનગર બાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી તરીકે પરેશ...

જામનગર બાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી તરીકે પરેશ ગણાત્રા વિજેતા બન્યા

0

જામનગર બાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી તરીકે પરેશ ગણાત્રા વિજેતા બન્યા

  • લાઇબ્રેરી સેક્રેટરીમાં જયદેવસિંહ જાડેજા જ્યારે મહિલા અનામતની બેઠકમાં રાધાબેન રાવલિયા ચૂંટાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ ડીસેમ્બર ૨૪ , જામનગર બાર એસોસિયેશનની ચૂંટણી પહેલાં પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી પદે બિન હરીફ વરણી થવા પામી હતી,જ્યારે આજે ઉપ પ્રમુખ પદ માટે તેમજ કારોબારી સહિતના અન્ય હોદ્દા માટેની આજે ચૂંટણી યોજાઇ હતી, જેનું મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી જેમાં જામનગર બાર એસો. ના ઉપ પ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા(૪૭૧ મત), જોઈન્ટ સેક્રેટરી તરીકે પરેશ ગણાત્રા(૪૨૪ મત) તેમજ લાઇબ્રેરી સેક્રેટરીમાં જયદેવસિંહ જાડેજા (૪૯૦ મત) ચૂંટાયા છે. ઉપરાંત મહિલા અનામતની બેઠકમાં રાધા બેન રાવલીયા(૪૨૪ મત) વિજેતા જાહેર થયા છે.જામનગર બાર એસોસિયેશનની ચૂંટણીમાં સતત ૧૨મી વખત પ્રમુખ પદે ભરતભાઇ સુવા ,સેક્રેટરી તરીકે મનોજ ઝવેરી અને ખજાનચી પદ માટે રુચિર રાવલ બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. ઉપરાંત અન્ય બાકીના હોદ્દેદારોની આજે ચૂંટણી યોજાઇ હતી. કુલ ૧૧૧૪ મતદારો હતા જે પૈકી ૮૪૩ મતદારોએ મતદાન કર્યું હતું ચૂંટણી કમિશનર તરીકે એડવોકેટ કે.ડી. ચૌહાણ જ્યારે સહ ચૂંટણી કમિશનર તરીકે મીહીરભાઈ નંદા અને ભરતભાઈ ગોસાઈ એ સેવા આપી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version