ભાણવડમાં ડુપ્લીકેટ બીડીના વેંચાણના કૌભાંડનો પર્દાફાશ: વેપારી સામે ફરિયાદ
દેશ દેવી ન્યુઝ ખંભાળિયા ૧૧. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ બાલકિશનભાઈ જેઠવા નામના 35 વર્ષના એક યુવાને ભાણવડમાં રણજીતપરા વિસ્તારમાં આદર્શ સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા અને ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા અમિત મનસુખભાઈ બચુભાઈ પતાણી નામના 40 વર્ષના યુવાન સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડના વેપારી અમિતભાઈએ પોતાની આદર્શ સેલ્સ એજન્સી દુકાનમાં ડુપ્લીકેટ તમાકુ બીડીનો જથ્થો રાખી અને ગ્રાહકોને ઓરીજનલ કંપની બીડી આપવાને બદલે તેના જેવા ચિન્હો અને પેકિંગનો દુરુપયોગ કરી અને ગ્રાહકોને ડુપ્લીકેટ તમાકુ બીડીનું વેંચાણ કરી, અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી.
આમ, રજિસ્ટર્ડ કંપનીના ટ્રેડમાર્કનો ડુપ્લીકેટ તમાકુ બીડીના વેચાણમાં ઉપયોગ કરી, વેંચાણ કરવા આવતું હોવાથી આ એજન્સીમાં ડુપ્લીકેટ બીડીનો રૂપિયા 65,230 નો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં જૂનાગઢ ખાતે રહેતા રસિકભાઈ નામના એક લોહાણા શખ્સનું પણ નામ જાહેર થયું છે. જેથી ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420, 272, 273, 486 તથા 114 અને કોપી રાઈટ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, અમિત પતાણીની અટકાયત કરી હતી.