જામનગરમાં રણજીતનગર તરફ જવાના માર્ગે પૈસા ની લેતી દેતી બાબતે એક યુવાન પર ઘાતક હુમલો : ચાર શખ્સો તૂટી પડયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ડીસેમ્બર ૨૪ જામનગરમાં રણજીત નગર તરફ જવાના માર્ગે ગઈ રાત્રે એક યુવાન પર પૈસાની લેતી દેતી ના મામલે ચાર શખ્સોએ હિચકારો હુમલો કરી દેતાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે.જામનગર શહેરના રણજીતનગર રોડ પાસે આવેલ જૈનવિજય ફરસાણ માર્ટ નજીક ધવલ ચાંદ્રા નામના યુવાન પર પૈસા ની લેતી દેતી બબાતે ૩ થી ૪ અજાણ્યા શખ્સો દ્વારા ધોકા, પાઇપ વડે ઘાતક હુમલો કરાયો હતો. જેથી ભારે અફડા તફડી મચી ગઈ હતી. ત્યારબાદ, ઇજાગ્રસ્ત યુવાન ધવલભાઇ ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવ ની જાણ થતાં સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો, અને પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.