સાળીની હત્યા કરનારો હજુ વધુ એક ખૂન કરવાનો હતો પોલીસે ફિરોઝ પાસેથી પોલીસે 3 છરા કબજે કર્યા.
સીટી-એના પોલીસ ઈન્સપેક્ટ મહાવીરસિંહ જલુની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા પ્રવીણભાઇ ભીખાભાઇ પરમાર તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડને મળેલ બાતમીથી ગણતરીની કલાકમા જ આરોપી ફિરોઝ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજીને પકડી પાડ્યો હતો.
સીટી-એ ડિવિઝન પોલીસ ઈન્સ. મહાવીરસિંહ જલુની સર્તકતાથી બીજી હત્યાનો પ્લાન થયો નિષ્ફળ : પ્રસંશનીય કામગીરી
પોલીસની આગવી પૂછપરછમાં આરોપી બન્યો બકરી: રિસામણે બેઠેલ પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાથી સદામને પણ પતાવી દેવાનો પ્લાન હતો.
દેશ દેવી ન્યુઝ જામનગર 02. જામનગરમાં સાળીની હત્યા નિપજાવનાર આરોપી બનેવીનો પ્લાન પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ ધરાવનાર અન્ય શખસની પણ હત્યા નિપજાવવાનો હોવાનું સામે આવ્યું છે . અમદાવાદથી જ બન્નેની હત્યા કરવા જામનગર આવ્યો હતો .
સાથે 3 ધારદાર છરા લઇ બન્નેને વેતરી નાખવાનો પ્લાનબનાવ્યો હતો પરંતુ સાળીની હત્યા બાદ આરોપી સદામ સુધી પહોંચે તે પૂર્વે જ પોલીસે તેને ઉઠાવી લીધો હતો .
પોલીસે આરોપીના કબ્જામાંથી ત્રણ છરી , હત્યા સમયે પહેરેલ કપડા કબ્જે કર્યા છે. જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે એસટી ડિવિઝન સામે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં આરોપી ફિરોઝ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજીએ પોતાની સાળી શકીમાપર ધારદાર છરાથી હુમલો કરી ઉપરા-ઉપરી ઘા મારી હત્યા નિપજાવી હતી
દરમિયાન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. જેમાં આરોપી ધરારનગર વિસ્તારમાંથી મળી આવ્યો હતો . પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જુહાપુરા અમદાવાદમાં રહેતો આ શખ્સ બેવડી હત્યા નિપજાવવા જામનગર આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
પોતાની રિસામણે બેસેલ પત્નીને મૃત્તક સાળી ચડાવતી હોવાથી તેની અને પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાથી સદામ નામના શખસની હત્યા કરવાનો પ્લાન હતો . સાળીને પતાવી દીધા બાદ આ શખસની હત્યા કરવાની હતી. અમદાવાદથી જ આરોપી બન્નેની હત્યા કરવા માટે ત્રણ ધારદાર છરા લઇ આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ત્રણેય છરા કબ્જે કરી આગળની કાર્યવાહીહાથ ધરી છે.
આ કામગીરી સીટી-એ ડિવિઝનના પી.આઇ મહાવીરસિંહ જે. જલુના માર્ગદર્શના હેઠળ સિટી એ ડિવિઝનના સ્ટાફે પાર પાડી હતી .