Home Gujarat Jamnagar જામનગર માં RSS નો બાલ હનુમંત શક્તિ સંગમ યોજાયો

જામનગર માં RSS નો બાલ હનુમંત શક્તિ સંગમ યોજાયો

0

જામનગર માં આર.એસ.એસ. નો બાલ હનુમંત શક્તિ સંગમ યોજાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ ફેબ્રુઆરી ૨૪, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર દ્વારા વર્ષ ૨૦૨૪ દરમ્યાન જાન્યુઆરી માસમાં હિન્દુ શક્તિ સંગમ યોજાયું હતું. જેમાં શહેરના વ્યવસાયી અને મહાવિદ્યાલયના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.તેના અનુસંધાને તારીખ ૨૪.૨.૨૦૨૪ ને શનિવાર ના રોજ જામનગરના બાલ વિદ્યાર્થી સ્વયંસેવકો માટે કે જેઓ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરતા હોય તેમના માટે બાલ હનુમંત શક્તિ સંગમ પૂ. પા. ગો. શ્રી વ્રજભૂષણલલાજી મહારાજ શ્રી વિદ્યાલય, રણજીતસાગર રોડ, જામનગર ખાતે યોજાયો.આ સંગમને સફળ બનાવવા માટે ૪૦ થી ૫૦ જેટલા કાર્યકર્તાઓની ટોળી કામે લાગેલી હતી, અને શહેરના અનેક વિસ્તારોમાં વિદ્યાલયો અને બાલ કાર્યકર્તાઓ નો સંપર્ક અને ૪૦૦ જેટલું રજીસ્ટ્રેશન કરેલ હતું. ૨૭૫ જેટલા બાલ સ્વયંસેવકો એ સ્વ ખર્ચે સંઘ નો ગણવેશ બનાવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.શક્તિ સંગમમાં શ્રી ચંદ્રકાન્ત ભાઈ ઘેટીયા – સહ પ્રાંત બૌદ્ધિક પ્રમુખ દ્વારા વીર હનુમંતના ગુણો બલ, બુદ્ધિ, ધીરજ , ચતુરાઈ જેવા ગુણો નું વર્ણન કરતા પ્રસંગો, ગુરુ ગોવિંદસિંહના પુત્રો ના રાષ્ટ્ર અને સ્વધર્મ માટેના બલિદાન અને ડો. હેડગેવાર જી ના વંદે માતરમ્ ને રાષ્ટ્રીય આંદોલન ને પોતાના નીલ સિટી શાળા માં લઘુ સ્વરૂપ દર્શાવતું અને અંગ્રજો ને હલાવી નાખતા પ્રસંગો ના વર્ણન દ્વારા બાળ સ્વયંસેવકોને બાળ સહજ ગુણો રાષ્ટ્ર કાર્ય માટે પ્રેરણા આપતું માર્ગદર્શન આપ્યુ હતું.વિદ્યાર્થીઓ દ્વારા શાળા પાછળ ના વિસ્તારમાં આવેલા મોટા મેદાન માં સમૂહમાં અનેક પ્રકારની રમતો રમી ને અનેક પ્રકારની નવી મેદાની રમતો જાણવા અને માણવા નો લાભ લીધો હતો.ગણવેશમાં સજ્જ સ્વયંસેવકો એ શિસ્ત બધ્ધ રીતે જાહેર માર્ગો પર ઘોષ વાદન સાથે પથ સંચલનમાં ભાગ લીધો હતો.આગામી સમયમાં જ્યારે સંઘ ને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા હોય ત્યારે ભારતનું ભવિષ્ય એવા બાળ સ્વયંસેવકો પોત પોતાના વિસ્તારમાં શાખા માં જોડાઈ રાષ્ટ્ર કાર્ય અને સમાજ કાર્ય માટે બાળ કદમ ઉઠાવે એવી પ્રેરણા લે તે માટે શિવાજી મહારાજ, ડો હેડગેવાર જેવા આદર્શ વ્યક્તિ નું વાંચન સાહિત્ય ભેટ રૂપે સમાપન સમયે દરેક સ્વયંસેવકો ને આપવામાં આવ્યું હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version